Abtak Media Google News

ઘણા એવા યાદગાર ફિલ્મ ગીતો દાદાની જેમ ત્રીજી પેઢીમાં દોહિત્રોને પણ વહાલા લાગતા હોય છે

અબતક, રાજકોટ

ફિલ્મ ગીતોનુ સર્જન ભલે ફિલ્મોની વિષય વસ્તુને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવતો હોય પરંતુ ફિલ્મ ગીતો માનવ સભ્યતા, સંસ્કૃતિ અને જીવનમાં ડગલેને પગલે ઉપયોગી થાય તેવા સંદેશો આપનાર બની રહેતા હોવાથી ફિલ્મો જુની થઇ જાય સમય વીતી જાય પેઢીઓ બદલાઇ જાય તો પણ કેટલાક ગીતો હંમેશા સદાબહાર રહે છે.

‘અબતક’ ચેનલના આજના પ્રસિઘ્ધ કાર્યક્રમમાં શું તમે મિસ કરો છો? માં આજે આપણે જૂના ગીતો અને નવા ગીતો વચ્ચે શું ફેર છે. અને જુના ગીતો ચિરંજીવ છે તો નવા ગીતો આગિયા કેમ આજની ફિલ્મો, આલ્મબ ગીતો આપણાને હંમેશા વસવસો રહે છે. આજથી ર૦ વર્ષ પહેલાના જે ગીતો હતા તેવા આજે નથી અને આપણે જૂના ગીતોને મિસ કરીએ છીએ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના અઘ્યક્ષ પ્રોફેસર ડો. મનોજ જોષીએ આપણા ‘અબતક’ ચેનલના પ્રસિઘ્ધ કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં તાજેતરમાં ઉપસ્થિત રહ્યા અને તેમણે ઘણું બધું માર્ગદર્શન આપ્યું  તેનો અહેવાલ સંક્ષિપ્ત રીતે રજુ કરવામાં આવ્યો છે. અને તેમના માર્ગદર્શનની સાથે સાથે તેમને ગાઇને પણ વાંચકોને જણાવ્યું છે.

પ્રશ્ર્ન:- જૂના ગીતો અને આજના ગીતોમાં શું કર્યુ તત્વ એવું છે જે અલગ પડે છે?

જવાબ:- વર્ષો પૂર્વે જે ગીતો બનતા હતા એના એક પ્રકારનો સ્વર સુરુષાર્થ હતો અને તેમના અવાજમાં આ કાર્યક્રમમાં ગાઇને ડો. મનોજ જોષીએ ગાઇને બતાવ્યું હતુ. રફી સાહેબને લત્તા મંગેશકર સંગીતમાં પુરૂ ષાર્થ હતો તે તપ હતું તેમનામાં સ્વર, શબ્દો હતા તે અત્યારે નથી આપણા  વડીલોના સમયમાં દિનાકર સાહેબ આજે પણ આપણા વયોવૃઘ્ધો તેમને યાદ કરે છે. તેમના ગીતમાં કાવ્યતત્વ હતું જે આજે નથી.

પ્રશ્ર્ન:- ચાર ચતુષ્કોણ જે લત્તા મંગેશકર, મહમ્મ રફી, કિશોર કુમાર, મુકેશ એ ચાર મહાગાયકોમાં કયા કારણોથી લોકોમાં હ્રદય સ્પર્શી બની ગયા?

જવાબ:- કિશોરકુમારને બાદ કરતા બધા જ ગાયકોએ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા.

કિશોર કુમારે એ ભૂલો પડયો ગાંધર્વ હતો મારી દ્રષ્ટિએ તેમાં કલાશિકલ જ્ઞાન ઓછું હતું પણ એ લોકો લતા મંગેશકર આજે પણ આ ઉમરે સવારે અને સાંજ અત્યાર ગાતા નથી પણ ચોકકસ પણે શોખ માટે રિવાઝ તો કરે જ છે. એ લોકો તેમ માને છે કે અમેમાં સરસ્વતીના ઉપાસક છીએ અને તેની આરાધના, પ્રાર્થના કરતાં હતા. માત્ર કમાવા માટે નથી ગાતા એવું આજના સમયમાં નથી. તે સમયેના સંગીતકારો સાથે બેસીને ચર્ચા કરતા અને એકબીજાને સમજતા.

પ્રશ્ર્ન:- મહેન્દ્ર કપુર અને મન્નાડે એ અલગ હતા પણ તેમને આ ચાર ચતુષ્કોણ લોકોની સરખામણીમાં બીજો ક્રમ મળ્યો તેનું શું કહેશો?

જવાબ:- મન્નાડે સાહેબ કહે છે કે મારી એજનું હોય એ જ ગીત હું ગાઉ છું એમના કેટલાંક ગીતો એમને રફી સાહેબને પણ આપી દીધા હતા. તમે ગાઓ એમ કહી આવી પ્રમાણિકતા, આત્મ ગૌરવએ અત્યારે નથી એ લોકો જયારે બેસતા ત્યારે માં સરસ્વતીની મૂર્તિ વચ્ચે ભારતીય બેઠકમાં આરાધના કરી ચર્ચા કરતા તેઓ તથા પ્રાર્થના આરાધનામાં માનતા હતા. એમાંનું મહેન્દ્ર કપુર એ ઘણા દેશભકિત ગીતો ગાયા છે. પણ તેમાંનું ‘મેરે દેશકી ધરતી સોના ઉગલે ઉગલે હિરે મોતી’ તેમને સરસ રજુ કર્યુ હતું.

મહેન્દ્ર કપુરએ હમરાઝમાં ગાયું હતું. ‘ન મુહ છુપાકર જીઓ ન ઓર નજર ઝુકાકર જીઓ’, ગમો કા દોર ભી આયે તો, મુસ્કુરાકર જીઓ વિદેશમાં ટુરમાં તેમને અલગ અલગ બધા જ ગીતો ગાયા છે. પણ મન્નાડે સાહેબનું ગીત ‘કૌન આયા, કૌન આયા, મેરે મન કે દ્વારે, પાયલ કે ઝણકાર કે િેલયે’  સરસ મઝાનું રજુ કર્યુ છે.

પ્રશ્ર્ન:- રફીસાહેબ, કિશોરકુમાર, મુકેશના નિધન પછી કેટલાય ગાયકો આવ્યા પણ તેમના મુળ અવાજ જેવાને લોકોએ કેટલા સ્વીકાર્યા?

જવાબ:- રફી સાહેબના અવાજમાં જેટલા આવ્યા બધા જ શબ્બીર કુમાર ને મળ્યા તેના કરતા બીજાને ઓછી તક મળી એવું મારુ કહેવું છે. શબ્બીર કુમાર ગાતા તો તેમના અવાજમાં રફી સાહેબ ગાતા હોય તેમ લાગતું અને તેમના અવાજમાં તેમની નજદીકતા અનુભવાતી એટલે તેમના ઘણા બધા ગીતો સ્વીકારાયા આમ નિતીન મુકેશ છે. જે તેમના પિતાની જેમ જ જાહેર પ્રોગ્રામમાં કે રેકોડિંગમાં તે સાથે જ હોય છે. તેઓ યુવાવસ્થાથી તે સાથે જ હતા. આમ તો તેમનું લોહી જ કહેવાય એટલે તે લક્ષણો તો આવે જ પણ રંગમંચ પર તેઓ મુકેશનું છેલ્લી ગીત હતું છેલ્લા સમયમાં મને ખબર છે એટલે યાદ કર્યા. મુકેશના ક્રાંતિ ના ગીતો એ આજે પણ એટલા નામાંકિત રહ્યા છે.

જયારે અમિતકુમાર એ એમની છાપ જાતે જ ઉભી કરી છે તે તેમના પિતાથી અલગ છે.

પ્રશ્ર્ન:- સંગીતની જગ્યાએ અસંખ્ય ગાયકો આવી ગયા છે પણ છેલ્લા ર૦ વર્ષના ગીતોમાં શું જુદુ પડે છે.

જવાબ:- આપણા વેદાત્મક પ્રશ્ર્નમાં તો હું એમ કહીશ કે બધા અત્યારે કોપી કરે છે એમ કહેવાય સંગીતમાં સંગીત નથી રહ્યું અને આગિયાની જેમ ટમટમિયા કરીને ઝબકીને જતા રહે છે. આપણે જે કહ્યું છે જુના ગીતો વિશે તે અદભુત જ છે. જૂના ગીતોની વાત તો અલગ જ છે. તે પાંચ વખત સાંભળો તો પણ સાંભળવાનું મન થાય.

પ્રશ્ર્ન:- રફી સાહેબનું શંકર શંભુનું ગઝલ સંભળાવશો?

જવાબ:- ‘બહુત ખૂબસુરત નાજુકશી લકડી’ એના સંદર્ભે મને બીજું યાદ આવ્યું. એક લડકી કો દેખા તો એસા લગા કુમાર સાનુએ  એમ કહેતા કે આ ગઝલનું મે ચાલીસ વખત રેકોડીંગ કર્યુ છે. ત્યારે આ જગ્યાએ છે.

પ્રશ્ર્ન:- આપણા દેશોના મહાન ગાયકોએ ગુજરાતીમાં પણ તેમનો કંઠ વર્ણવો છે તેનું તમે શું કહેશો?

જવાબ:- મારા સંશોધન પ્રમાણે સાયબરથી લઇને પુરૂષોતમ સુધી તર્કબઘ્ધ રીતે ગુજરાતી ગીતો ગવાયા છે. જગ મોહન સુરસાગર એમની પાસે ગાંધીજી પણ સાંભળવા જતા પંકજ, આશા, લતા, મુકેશ, રફીએ ઘણા ગુજરાતી ગીતો ગાયા છુે. આશાજી એ ૧૯૮૨ માં બલિહારી અને ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ એ ગીત ખાસ ગુજરાતી ગીતમાં લખાયું છે. અને આંધળી માંનો કાગળ, આશાજીએ ગાયું છે.

પ્રશ્ર્ન:- ટી.વી.માં આવતા પ્રોગ્રામોમાં નાના બાળકો માટે અને મોટા બાળકો માટે સંગીત સૂર જૂના છે કે નવા?

જવાબ:- બાળકો માટે શ્રેણીઓ અને સ્પર્ધાઓમાં નાના ભૂલકાઓમાં દાદા વખતનું ગીત ગવાય છે ત્યારે જજ દ્વારા પૂછાતા સવાલોમાં પણ એવું જાણવા મળે છે કે દાદાએ શિખવાડયું છે. આ વસ્તુ એ નવા ગાયકોમાં નથી જોવા મળતું. ગાતા હશે પણ ખ્યાલ નથી આજના ગીતો એવા છે જે જૂના ગીતોની તોલે ન આવે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.