Abtak Media Google News

નેશનલ હાઇવે પર ચાલતા સિક્સ લેન હાઈ-વેની સમીક્ષા કરવા ખુદ મુખ્યપ્રધાન મેદાને ઉતર્યા

અબતક, રાજકોટ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પોતાનો સાલસ સ્વભાવ દર્શાવી સામાન્ય નાગરિકની જેમ હૈ-વે પર આવેલા ઢાબા પર ચાની ચુસ્કી લગાવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇ-વે પર ચાલતા સિક્સ લેન હાઇવે પર ચાલતા કામની સમીક્ષા કરવા ખુદ મેદાને ઉતર્યા હતા. મુખ્યપ્રધાન શનિવારના રોજ હાવી-વે પર પહોંચી માલ-સામાનની ગુણવત્તા અંગે ચકાસણી કરી ઇજનેરો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને સિક્સ લેન કરવાની કામગીરીના નિરીક્ષણ વેળાએ હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે મોટર માર્ગે ઉપરોક્ત રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની  માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી.  આ દરમિયાન હાઇવે પર આવેલી કનૈયા કાઠીયાવાડી હોટલ-ઢાબા પર તેઓ મુખ્ય સચિવ પંકજકુમાર અને અન્ય અધિકારીઓ સાથે રીફ્રેશમેન્ટ હેતુસર થોડી મિનિટો માટે રોકાયા હતા. મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપતા કનૈયા કાઠીયાવાડી હોટેલ-ઢાબા પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા. કોરોના સંક્રમણ વધતાની સાથે જ રાજકીય મેળાવા પર રોક લાગી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તુરંત સમય વેડફાય વગર મેદાને ઉતારીને વિકાસના કામોની સમીક્ષા કરવા ઉતર્યા છે. કામ કાજની સાથે પોતાના સાલસ સ્વભાવથી મુખ્યમંત્રીએ જનતામાં એક અલગ જ છાપ ઉભી કરી છે. નેશનલ હાઇ-વે પર ચાલતા કામગીરી પર નજર કરી છે.

માલ-સામાનની ગુણવત્તાની ચકાસણી કરી ઇજનેરો અને અધિકારીઓ સાથે કરી ચર્ચા: નાગરિકો સાથે ફોટોઝ પણ પડાવ્યા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.