Abtak Media Google News

 

Advertisement

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ , તથા  મદદનિશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર. એસ.બારીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલના સમયમાં બાળ કિશોર/કિશોરીઓ સાથેના જાતિય હિંસાના બનાવો ન બને અને બાળકોને ’ગુડ ટચ અને બેડ ટચ’ શું કહેવાય ? તે અંગેની સમજ મળે તેવા ઉમદા હેતુથી મહિલા પોલીસ સ્ટેશન આઇયુસીએડબ્લ્યુ યુનિટની ટીમ દ્રારા મવડીગામ શ્રીનાથજીચોક પાસે આવેલા સ્લમ વિસ્તારમા 90 જેટલા બાળકો તથા મહીલાઓને આ સેમીનાર અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

‘ગુડ ટચ અને બેડ ટચ’ની મનોવૈજ્ઞાનીક સમજ આપવામા આવેલી જેથી બાળકો જાતિય હિંસાના બનાવોથી પોતાની જાતે બચી શકે તેમજ બાળ માનસ ઉપર થતી ખરાબ અસરોથી પણ બચે તે અંગે જરૂરી કાયદાકીય માર્ગદર્શન તેમજ બાળકો તથા મહીલાઓને વ્યસનમુક્તિ અંગે જરૂરી સમજણ આપેલી તથા મહિલા સુરક્ષા અને મહિલાઓને લગતા ગુના અંગેનું કાયદાકિય માર્ગદર્શન પીએસઆઇ સી.એસ.વાછાણી તથા મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબ્લ્યુ યુનિટની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.