Abtak Media Google News

તબીયતમાં સુધારા બાદ

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પૂર્વ મંત્રી જવાહર ચાવડા, હકુભા જાડેજા, ચિમનભાઇ સાપરિયા સહિતના રહ્યા ઉપસ્થિત

અબતક, ભરત ગોહિલ, જામજોધપુર

ગાયત્રી આશ્રમના પુ.લાલબાપુની તબીયત સારી થઈ આશ્રમે પરત આવતા ભુપત આબરડી તેમજ શેઠવડાળા પંથકના વેપારી તથા રાજપુત સમાજના અગ્રણી એ પ્રથમ થાળ (મહાપ્રસાદ) ની માનતા પૂર્ણ કરી હતી.

Screenshot 6 3

સુપ્રસિદ્ધ ધાર્મિક જગ્યા ગાયત્રી આશ્રમના પુ.લાલબાપુની તબિયત છેલ્લા ઘણા સમય થયા સારી ન હોય અમદાવાદ મુકામે આરામમાં હતા ત્યારે ભુપત આંબરડી તથા શેઠવડાળા પંથકના વેપારી અને રાજપુત સમાજના અગ્રણી દાનુભા બનેસંગ જાડેજા, રાજકીય અગ્રણી કિશોરસિંહ જાડેજા પરિવારે મનોમન નક્કી કરી માનતા રાખેલ કે પુ.લાલબાપુની તબીયત સારી થઈ જાય અને આશ્રમે પરત ફરે ત્યારે સૌપ્રથમ પોતાના તરફથી થાળ ધરવો, પુ.લાલબાપુની તબીયત સારી થઈ જતા અને આશ્રમે પરત ફરતા આ પરિવાર દ્વારા થાળ મહાપ્રસાદનો કાર્યકમ રાખ્યો હતો.

આ કાર્યકમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયા, પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિહ જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતભાઈ ખવા સહિત અનેક મહાનુભાવો આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થીત રહ્યા હતા. પુ.લાલબાપુના સંત્સંગ પ્રવચનનો અમુલ્ય લ્હાવો લીધો હતો અને સાથે સાથે પુ.લાલબાપુના આર્શિવાદ મેળવ્યા હતા.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.