Abtak Media Google News

ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે છોકરાઓની બાબતે થયેલ બોલાચાલીમાં વાત વણસી જતા કુટુંબી દિયરે ભાભી ઉપર ધોકાથી હુમલો કરીને માર માર્યાની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં નોંધાવવામાં આવતા તપાસ હાથ ધરાયેલ છે.

આ બનાવની જાણવા મળતી વિગત એવી છે કે રામપરા ગામે રહેતા ભાવનાબેન દિનેશભાઈ ઝાલાના બાળકો શેરીમાં રમતા હતા. તે દરમ્યાન કોઈ છોકરાએ કરેલો પથ્થરનો ઘા ભાવનાબેનના કુટુંબી દિયર અરવિંદભાઈ લવજીભાઈ ઝાલાના બાના ઘર ઉપર લાગતા અરવિંદભાઈ બાળકોને ધમકાવતા હતા.

ત્યારે ભાવનાબેને તેમને વારતા અરવિંદભાઈએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. તેમણે એકાએક ધોકાથી ભાવનાબેનના હાથે પગે ઈજા કરી તેમને મુંઢમાર માર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા ભાવનાબેનને ધ્રાંગધ્રા હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાંથી તેમણે અરવિંદભાઈ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.