Abtak Media Google News

બોટાદની એક માત્ર સોનાવાલા સરકારી હોસ્પિટલમા હોસ્પિટલના વડા/ RMO ત્થા પુણઁ સમયના સ્ત્રી રોગ ડોકટરની તાત્કાલિક નિમણુક કરવા ઉઠી માંગ

બોટાદ સોનાવાલા હોસ્પિટલમા તા.૩૦.૦૪.૨૦૨૨ થી હોસ્પિટલના વડા/ સુપ્રિન્ટેન્ડેટ/RMO નિવૃત થયા છે અને તેની જગ્યાએ અન્ય નિયુકત કરેલ નથી કે બીજી કોઇ વ્યવસ્થા કરવામા આવેલી ન હોવાથી જીલ્લાના ગરીબ દદીઁઓ પરેશાન થાય છે, તેમા જે સહાય અપેક્ષિત દદીઁઓ છે તેઓ સહાયથી વંચિત રહે છે અને ખાનગી હોસ્પિટલમા આથિઁક ભોગ બને છે.

આ બાબતે સ્થાનિક સોનાવાલા હોસ્પિટલમાથી જે પણ જવાબદાર છે તેઓ દદીઁઓને ” મા વાત્સલ્ય ” સરકારી યોજનાનો લાભ લેવો હોય તો ભાવનગર સિવીલમા જતા રહો તેવી સલાહ દેવાની ફરજ પડે છે, કારણે કે સરકારી કાગળની પ્રક્રીયામા હોસ્પિટલના વડા કે સુપ્રિન્ટેડેન્ટ હાજર નથી..

આમ સમગ્ર જીલ્લા ગરીબ દદીઁઓ કે જે સરકારી લાભ માટે અપેક્ષિત છે તે લાભથી તો વંચિત રહે છે પરંતુ માનસિક પરેશાન થઇ રહ્યા છે અને ખાનગી હોસ્પિટલોમા મોટી આથિઁક નુકશાનીની સહન કરવી પડે છે.

માટે જનહિતાય મારી માંગ છે કે ત્વરિત નવા જવાબદાર RMO કે વડાની નિમણુક કરવામા આવે અને જયા સુધી નવી નિમણુક ન કરવામા આવે ત્યા સુધી પેપર કાયઁની વિશેષ જવાબદારી સોપવાનો વિકલ્પ કરવામા આવે…

આ ઉપરાંત સોનાવાલા હોસ્પિટલમા ઘણા સમયથી પુણઁ સમયના સ્ત્રી રોગના ડોકટર નથી, અને જે પણ દદીઁઓને આવે છે તેને નથી ખબર કે આ હોસ્પિટલમા ડોટકર કેટલા અને કયા વિભાગના હાજર છે એટલે હોસ્પિટલમા ડોકટર ન હોવાને કારણે દદીઁ સહાયથી વંચિત રહે, પરેશાન થાય અને અંતે ખાનગી હોસ્પિટલનો આશરો લેવો પડે અને અંતે ખુબ મોટી આથિઁક નુકશાની તેને ભોગવવી પડે છે…

આપને મારી નમ્ર અરજ છે કે સોનાવાલા હોસ્પિટલમા પુણઁ સમયના સ્ત્રી ડોકટર અને RMO / હોસ્પિટલના વડા ની તાત્કાલિક નિમણુક કરવામા આવે, જેથી બોટાદ જીલ્લાના ગરીબ અને જરુરીયાતમંદ દદીઁઓને પરેશાન થયા વગર સરકારી સવલતો મળી રહે ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.