Abtak Media Google News

 સર્ચ દરમિયાન આવકવેરા વિભાગે 37 લોકર સિઝ કર્યા, 3 લોકરની તપાસ માંથી 20 લાખથી વધુની રોકડ ઝડપાઇ

આવકવેરા વિભાગ દ્વારા એશિયન ગ્રેનિટો પર આકરું વલણ અપનાવી રહ્યું છે. ત્યારે સર્ચના પાંચામા દિવસે આઇટીને 400 કરોડના બિન હિસાબી વ્યવહારો પકડાયા છે. એટલુંજ નહીં 37 લોકરમાંથી 3 લોકરની તપાસ હાલ ચાલુ છે જેમાંથી સવા કિલો સોનું અને 22 લાખ રોકડા તેમજ 20 પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા છે. વેરા વિભાગને શક્યતા છે કે જે રોકાણ કરવામાં આવ્યું છે તે બે નાની પણ હોઈ શકે છે. એશિયન ગ્રેનીટો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાતા શેરના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. એટલુંજ નહીં સર્ચ દરમિયાન 50 લાખથી વધુની રોકડ પણ પકડવામાં આવી છે.

એશિયન ગ્રેનિટો લિમિટેડ દ્વારા જમીનમાં કરેલા 100 કરોડના વ્યવહારો પકડાયા છે. આ ઉપરાંત અંદરો અંદર 500 કરોડના વ્યવહારો કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સર્ચમાં કેટલાક શેરબ્રોકર પણ તેમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. એજીએલ કંપનીના સંકેત શાહ, રૂચિત શાહ અને દીપક શાહના ત્યાં પાડેલા દરોડામાં પ્રથમ દિવસે રૂ. 10 કરોડની રોકડ, બીજા દિવસે રૂ. 5 કરોડની અને ત્રીજા દિવસે પણ 5 કરોડની રોકડ મળી કુલ 20 કરોડની રોકડ મળી આવી હતી. સોમવારે વધુ 50 લાખની રોકડ મળતાં કુલ 20.50 કરોડની રોકડ ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કરી છે.

આ ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગને સ્થળ પરથી મળેલા દસ્તાવેજોના ચકાસણી કરતાં તેમાં પણ 400 કરોડના બિનહિસાબી વ્યવહારો હોવાનું સામે આવ્યું છે. ઇન્કમટેક્સ દ્વારા 40 જેટલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ જે ચાલી સ્થળો થી વધુ પર જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે તેમાં ગુજરાત રાજ્યના 200થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે અને કદાચ એવા સ્પષ્ટ થઈ રહી છે કે એશિયન ગ્રેનીટો લિમિટેડ ઉપર પાડવામાં આવેલી રેડ અત્યાર સુધીની કદાચ સૌથી મોટી રેડ પણ સાબિત થઇ શકશે.

ઇન્કમટેક્સ વિભાગે હાથ ધરેલી તપાસમાં કેટલાક લોકર પણ સીલ કરવામાં આવ્યા હતા. જેની પણ હવે પછી તપાસ કરવામાં આવશે. સતત પાંચમા દિવસે પણ તપાસ ચલાવવામાં આવી હતી. જેમાં જમીનોના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. જેની પણ ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં ઇન્કમટેક્સ વિભાગે સેજલ શાહના નિવાસ્થાને પણ તપાસ હાથ ધરી હતી. રોજ નહીં આવકવેરા વિભાગના અધિકારીઓને આશંકા છે કે હજુ પણ ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવી શકે છે અને અન્ય લોકોની જ્યારે તપાસ હાથ ધરવામાં આવશે તો તેમાંથી પણ રોકડ રકમ આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.