Abtak Media Google News

અસંગઠિત ક્ષેત્રના કામદારો તથા સ્થળાંતરિત કામદારો માટે યોગ્ય વેલ્ફેર સુવિધા ઊભી કરાશે!!!

હાલ ભારત દેશમાં અનેક વિવિધ ઉદ્યોગો છે અને તેમાં આમ કરતા કારીગરોની સંખ્યા પણ ખૂબ વધુ છે. પરંતુ તેમનું યોગ્ય રીતે જતન કરવામાં આવે અને તેમની જે યોગ્ય માંગો છે તેને પરિપૂર્ણ કરવામાં આવે તે પણ એટલી જ જરૂરી છે ત્યારે આ વાતને ધ્યાને લઇ ભારતે નવો લેબર કાયદો અમલી બનાવ્યો છે જેનાથી કામદારો અને માલિકો વચ્ચે એક સૂર જોવા મળે અને તેમના વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ અથવા તો ભેદભાવ ન રહે. દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ મજબૂત બની શકે જયારે જે તે દેશ નો મજૂર કાયદો ખૂબ જ મજબૂત હોય. એ હા ચાઇનામાં પણ મજુર કાયદો અમલી છે પરંતુ તે ખૂબ જ મજબૂત છે જેથી ચાઇનાને ઉત્પાદન ક્ષેત્રે ખૂબ જ મોટી ઉપલબ્ધિ હાંસલ થતી હોય છે.

પરંતુ ભારત દેશની જો વાત કરવામાં આવે તો અહીં પહેલા જે લેબર લો અમલી હતો તેનાથી ઘણા ખરા પ્રશ્નો પણ ઉદભવી થયા હતા અને તેનો ભોગ સ્થાનિક કામદારોએ બનવું પડ્યું હતું પરંતુ આ તમામ સ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા એક યોગ્ય રણનીતિ ઘડવામાં આવી અને નવા લેબર કાયદો અમલી બનાવવામાં આવ્યો. કયા કાયદામાં અનેક વિધ ફેરફારો પણ હાથ ધર્યા છે જેથી પહેલા માં જે કામદારોને જે તકલીફનો સામનો કરવો પડતો હતો તે હવે નહીં કરવો પડે એટલું જ નહીં તેમને યોગ્ય વેતન પણ સમયસર મળતું રહેશે તેવી સ્થિતીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ભારત સ્વતંત્ર દેશ છે અને કયા દરેક લોકો પોતાની અભિવ્યક્તિ કરી શકતા હોય છે ત્યારે સૌથી મોટા ઉદ્યોગોમાં યુનિયનો પણ જોવા મળતા હોય છે પરંતુ જો તે યોગ્ય રીતે કામદારોની માગણીઓની રજૂઆતો કરે તો તે ચરિતાર્થ થઇ શકે છે. પરંતુ ભારતમાં લેબર યુનિયનો દ્વારા ધરણા પ્રદર્શન સહિત અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે જેનાથી વ્યાપાર અને ઉત્પાદન ને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા નવા લેબર લો માં ના તમામ મુદ્દાઓ ઉપર સરકારે ગંભીરતાથી અધ્યયન કર્યું છે અને તમામ સુવિધાઓ યોગ્ય રીતે કામદારોને મળે અથવા તો કહી શકાય કે જે અસંગઠિત ક્ષેત્ર છે તેને સંગઠિત કરાય તે દિશામાં આ નવો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ પણ છે કે જે માલિકો જે છે તેઓએ તેમના કામદારોને સુરક્ષા આપવી એટલી જ જરૂરી છે અને જ્યારે આ ભરોસો કામદારોમાં જોવા મળે તો જ તે પોતાની લગનથી મહેનત કરતા હોય છે અને જે તે ઉદ્યોગને બેઠો કરવા માટે મહેનત પણ કરે છે. ત્યાં સુધી પ્રોવિડન્ટ ફંડ ને લઇ ઘણા ખરા પ્રશ્નો કામદારોમાં ઉભા થતા હતા જે હવે નહીં થાય કારણ કે સરકાર દ્વારા જે નવો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે તેમાં જો કોઈ માલિક છે તે કામદારોનું પ્રોવિડન્ટ ફંડ જરૂરી સમયે નહીં આપે તો તેના ઉપર આ પગલાં પણ લેવામાં આવશે સાથોસાથ તેઓએ દંડ પણ ભરવો પડશે.

સવા લેબર લો માં મુખ્યત્વે એ વાત સામે આવી છે તે એ છે કે સરકાર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુને વધુ પ્રોત્સાહિત કરવા માંગે છે કે જ્યાં માલિક અને કામદારો વચ્ચે એક સૂર અપાય અને કામદારોના વેલ્ફેર માટે વધુ સગવડતા પૂરી પાડે. નહીં ઉદ્યોગકારો અથવા તો જે કોઈ કંપનીના મેનેજર દ્વારા કામદારો ઉપવાસ કોઈપણ રીતે ગેરરીતિ આચરવામાં આવતી હશે તો તેના ઉપર પણ દંડકીય કાર્યવાહી કરાશે સરકારનો એકમાત્ર હેતુ એ જ છે કે જે કામદારો છે તે વધુ ને વધુ સલામત બને અને તેમની જે રોજગારી છે તે કોઈ અન્ય કારણસર નથી અવાય તો સામે આ નવા કાયદામાં કામદારો માટે પણ નીતિ નિયમો ચુસ્ત અને મજબૂત બનાવવામાં આવ્યા છે જેનું તેઓ પણ કોઈપણ સંજોગોમાં ઉલ્લંઘન નહીં કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.