Abtak Media Google News

ગણિતમાં દર વર્ષે લાખો વિધાર્થીઓ નાપાસ થાય છે,વિધાર્થીઓ-શિક્ષકોથી લઇ સરકાર માટે પણ ચિંતાનો વિષય

સીબીએસઈ બોર્ડની જેમ ગુજરાત બોર્ડે પણ આ વર્ષે ધો.10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પેપરોની પેટર્ન લાગુ કરી હતી પરંતુ આજે જાહેર થયેલા ધો.10ના બે પેપરો સાથેના પ્રથમવારના પરિણામને જોતા આ પેટર્ન ગુજરાત બોર્ડ માટે જોઈએ તેટલી સફળ ન રહી હોય તેવુ લાગી રહ્યુ છે.કારણકે નિયમિત,રીપિટર અને ખાનગી સાથેના કુલ મળીને 7,82,297 વિદ્યાર્થીઓમાંથી 243148 વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં નાપાસ થયા છે.ચાલુ વર્ષના નિયમિત વિદ્યાર્થીઓમાં બેઝિક ગણિતમાં 2.01 લાખ અને વિજ્ઞાાનમાં 2.18 લાખ વિદ્યાર્થી નાપાસ થયા છે.

ધો.10માં ગણિતમાં દર વર્ષે ચારથી પાંચ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને ગણિત-વિજ્ઞાામાં નાપાસ થતા વિદ્યાર્થીઓને લીધે ધો.10નું પરિણામ 65 ટકાની આસપાસ જ આવે છે. ગણિતમાં નાપાસ થતા

વિદ્યાર્થીઓને લીધે પરિણામ નીચુ આવતા સરકારને પણ રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ અલગ કરીને માત્ર નિયમિત વિદ્યાર્થીઓનું જ પરિણામ જાહેર કરવાની છેલ્લા પાંચ વર્ષથી ફરજ પડી છે.

વિદ્યાર્થીઓ-વાલીઓ અને શિક્ષકોથી માંડી સરકાર માટે પણ ચિંતાનો વિષય છે અને સ્કૂલ શિક્ષણની ગુણવત્તા સામે પણ આ એક પ્રશ્નાર્થ છે.હિન્દી પ્રથમ ભાષાનું 90.96 ટકા, અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા અને ગુજરાતી દ્રિતિય ભાષાનું 88.93 ટકા તેમજ હિન્દી દ્રિતિય ભાષાનું 83.46 ટકા પરિઆમ રહ્યુ છે.

બે ગણિતની પેટર્ન જોઈએ તેટલી સફળ ન રહી

જો કે આજે જાહેર થયેલા બે મેથ્સ પેપરો સાથેના ધો.10ના પરિણામ બાદ સરકારનો આ પ્રયોગ પણ ધો.10ના પરિણામ માટે સફળ ન રહ્યો કહી શકાય.કારણકે આ વર્ષે બોર્ડે સીબીએસઈની જેમ બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પેપરોની પેટર્ન લાગુ કરી વિદ્યાર્થીઓને વિકલ્પ આપ્યો હતો.જેમાં બેઝિક ગણિત નિયમિત,રિપિટર-ખાનગી સાથેના 7.82 લાખથી વધુ વિદ્યાર્થીએ પસંદ કર્યુ હતુ અને 1.20 લાખ જેટલા વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.