Abtak Media Google News

આગામી તા.21 જુનના રોજ રાજકોટ મહાનગરપાલિકા આયોજીત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન તેના રાજકોટ શહેરના સભ્યો અને સભ્ય પરિવારજન સાથે જોડાનાર છે. 21મી જુને સવારે 6 થી 7 વાગ્યા દરમ્યાન ગાંધી મ્યુઝીયમ, આલ્ફેડ હાઈસ્કુલ, જવાહર રોડ, રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ખાસ કાર્યક્રમ યોજાનાર છે. મ્યુ. કમિશ્નર અમિત અરોરા અને મેયર પ્રદિપ ડવ દવારા લોકોની સુખાકારી માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે ટાઈપ1 ડાયાબીટીસમાં ઈન્સ્યુલીન સાથે વ્યાયામ ખાસ જરૂરી છે. જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશ છેલ્લા 18 વર્ષથી બાળકોમાં થતા ડાયાબીટીસ (ટાઈપ1 ડાયાબીટીસ)ને નાથવા જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટ નિ:સ્વાર્થ ભાવે અથાગ પ્રયત્નો કરે છે. સંસ્થાનું મુળભુત કાર્ય ડાયાબીટીક પીડીત બાળકોને ડાયાબીટીસ ને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે છે.

આ માટે ડાયાબીટીસથી પીડીત બાળકોને સંપૂણ સારવાર, ડાયાબીટીસમાં ઉપયોગી દવાઓ, રીપોર્ટસ વગેરે સતત મળી રહે અને ટાઈપ 1 ડાયાબીટીસમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન તથા કેળવણી વખતોવખત મળી રહે તે છે.  આ કાર્યક્રમમાં જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટ શહેરના સભ્યો અને પરિવારજને જોડાવવા અપુલ દોશીએ યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.