Abtak Media Google News

પોતાની પાસે 2/3 ધારાસભ્યો હોવાનો એકનાથ શિંદેનો દાવો: અઘાડી સરકાર તોડવાનો ફરી ફિયાસ્કો ન થાય તે માટે ભાજપ પણ સક્ય

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગંઠબંધન વાળી અઘાડી સરકાર બચશે કે તુટી જશે ? તે સસ્પેન્સ પરથી હવે ગણતરી કલાકોમાં પડદો ઉંચકાય જશે. પક્ષાંતર ધારાથી બચવા માટે પોતાની પાસે 37 શિવસૈનિકો અથાંત ધારાસભ્ય હોવાનો દાવો એકનાથ શિંદે કરી રહ્યા છે. ભાજપ પણ હાલ મુખ્ય ભૂમિકા ભજવવાના બદલે પડદા પાછળ રહી મહત્વનો રોલ અદા કરી રહ્યું છે. આજે સાંજ સુધીમાં મહારાષ્ટ્રનું રાજકીય પિકચર સઁપૂર્ણ પણે કિલયર થઇ જશે. સોમવારે મોડી રાતે સુરતમાં આવેલા શિવસેના બાગી ધારાસભ્યોને એક વ્યહુરચનાના ભાગરુપે ગુવાહાટી મોકલી દેવામાં આવ્યા છે. દરમિયાન મહારાષ્ટ્રમાં ફરી એકવાર હિન્દુત્વ વાદી સરકાર રચવા માટે 37 શિવસેનોકી અર્થાત ધારાસભ્યોએ કમર કસી છે.

Untitled 1 Recovered 19

 

ગઇકાલે મોડી રાતે ખાસ ફલાઇટમાં સુરતથી શિવસેનાના ધારાસભ્યોને ગુવાહાટી મોકલી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે સવારે તમામ બાગી ધારાસભ્યો  સાથે મહારાષ્ટ્ર સરકારના અર્બન મીનીસ્ટર એકનાથ શિંદેએ એક બેઠક યોજી હતી અને તમામ અંત સુધી સાથ આપશો ને તેવું વચન લેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં શિવસેના પાસે કુલ 56 બેઠકો છે. જો 2/3 થી ઓછા ધારાસભ્યો સાથે પક્ષ સાથે છેડો ફાડે તો શિંદે સામે પક્ષાંતર ધારો લાગુ પડી શકે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપ પાસે 106 ધારાસભ્યોનું સંખ્યાબળ છે અને સરકાર બનાવવા માટે ભાજપને પણ 37 ધારાસભ્યો ઘટે છે. આવામાં ભાજપ અને શિંદે મેજીક ફિગર એવો 37નો આંકડો હાંસલ કરી વૈતરણી પાર કરી શકશે તેના પર દેશભરની મીટ મંડાયેલી છે.

એકનાથ શિંદેએ ગઇકાલે પણ કહ્યું હતું  અને આજે વધુ એક વાત આ વાતને દોહરાવી હતી કે, અમે બાલાસાહેબના ચૂસ્ત અનુયાયી છીએ. સિઘ્ધાંતો સાથે કયારેય  બાંધછોડ કરતા નથી. સત્તા માટે માટે કયારેય દગાખોરી નહી કરીએ. જો શિવસેના એન.પી.સી. અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે સરકાર બનાવે તો અમે સેનાની સાથે જ છીએ.

મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ જબરુ સસ્પેન્સ ચાલી રહ્યો છે. ઉઘ્ધવ સરકાર ગમે ભારે પડી ભાંગે તેવા સ્પષ્ટ સંકેતો પણ મળી રહ્યા છે. સરકાર તોડવામાં ભાજપનો કોઇ જ રોલ નથી અને જો ફરી એક વાર ફિયાસ્કો થાય તો પોતાના માથે માછલા ન ઘોવાય તે માટે ભાજપે પાણી પહેલા પાળ બાંધી લીધી છે. સુરતથી શિવસેનાના બાગી ધારાસભ્યોને ગુવાહાટી મોકલી દેવામાં આવ્યા છે ચુસ્ત શિવસેનીકો મહારાષ્ટ્રમાં ફરી એકવાર હિન્દુવાદી સરકાર રચાયુ તેવું ઇચ્છી રહ્યા છે. ઉઘ્ધવ સરકાર બચશે કે રહેશે તે હવે ગણતરી કલાકોમાં ખબર પડી જશે. શિવસેનાએ પોતાના મુળભૂત સિંઘ્ધાતો નેવે મૂકી દેતા કેટલાક ધારાસભ્યોએ બળવો કર્યા હોવાનું મનાઇ રહ્યું છે.

એકનાથ શિંદે રાજયપાલને મળશે

મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના બાગી ધારાસભ્ય એકનાથ શિંદેએ આજે સવારે તમામ બાગી ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને તમામ પાસેથી અંત સુધી સાથ આપવાનું અભય વચન લીધું હતું. દરમિયાન આજે તેઓ ચાર્ટડ ફલાઇટ  મારફત ગુવાહાટીથી મુંબઇ પહોંચી ગયા હતા. અને મહારાષ્ટ્રના રાજયપાલને મળ્યા હતા. રાજયપાલને મળી તેઓ મહારાષ્ટ્રના મંત્રીમંડળ માંથી મંત્રી પદેથી રાજીનામું આપશે કે પછી સરકાર રચવાનો દાવો કરશે તેના પર તમામની નજર છે સાંજ સુધીમાં સસ્પેન્ડ  પુરુ થઇ જશે.

ઘોર ઉપેક્ષા- માતોશ્રીથી ચાલતો વહિવટથી એકનાથ શિંદે રિસાયા

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ગત ચુંટણીના પરિણામ બાદ ભાજપ અને શિવસેના વચ્ચે તડા પડયા હતા. શિવસેના ભાજપનો અને ભાજપ  ઠાકરે પરિવારમાંથી કોઇ મુખ્યમંત્રી ઇચ્છતા ન હતા આવામાં એક કોમનમેન તરીકે એકનાથ શિંદેનું નામ સી.એમ. તરીકે ઉપસ્યુ હતું. તે સમયથી શિંદેની ઉપેક્ષાઓ થઇ રહી છે. તેઓને શહેરી વિકાસ વિભાગ જેવું મહત્વનું ખાતુ અપાયું પરંતુ પોતાના વિભાગના તમામ વહિવટો અને નિર્ણયો માતોશ્રીથી લેવામાં આવતા હતા. સીએમઓની મંજુરી વિના નાની સુની કામગીરી પણ થઇ શકતી ન હતી. કદ પ્રમાણે વેંતરી નાખવામાં આવ્યા હતા અને સતત ઉપેક્ષા થતી હોવાના કારણે તેઓએ બળવો પોકાર્યો છે.

‘સુરત’ના બદલે ગુવાહાટીને રાજકીય એપી સેન્ટર કેમ બનાવાયું?

મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ચાલી રહેલા ધમસાણમાં છેલ્લા ચોવીસ કલાકથી ગુજરાતનું સુરત એપી સેન્ટર હતું. દરમિયાન ગઇકાલથી આસામનું ગુવાહાટી રાજકીય એપી સેન્ટર બની ગયું ે. શિવસેના બાગી ધારાસભ્યોનું ગઇકાલે મોડી રાતે ચાર્ટડ ફલાઇટ દ્વારા સુરતથી ગુવાહાટી શિફટીંગ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ બાગીઓનો સાથ મેળવી સરકાર રચી શકશે કે કેમ? તે હજી ફાઇનલ નથી. અગાઉ પણ બે વખત સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપ નિષ્ફળ રહ્યું હતું. હવે ત્રીજી વખત ફિયાસ્કો ન થાય તે માટે

ભાજપે પાણી પહેલા જ પાળ બાંધી લીધી છે. જો સુરતથી વ્યુહરચના ઘડવામાં આવે તો એ પાકા પાયે સાબિત થઇ જાય કે ભાજપ જ તમામ ખેલ પાડે છે. આવું સાબિત ન થાય તે માટે બાગી શિવસેનિકોને ગુવાહાટી મોકલી દેવામાં આવ્યા છે. અગાઉ એવી વાતો ચાલતી હતી કે જે.પી. નડ્ડા, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ ગુજરાત આવી રહ્યા છે. પરંતુ હજુ સરકાર બનાવવા માટે પુરતુ સંખ્યાબળ ઉપલબ્ધ ન થતાં તેઓને ગુજરાતમાં આવવાનું ટાળ્યું હતું. સુરતથી શિવસેનાના બાગી ધારાસભ્યોની ગુવાહાટીમાં શિફટીંગ પાછળ પણ ભાજપની વ્યહુ મોટી વ્યુહ રચના છે.

પવાર ‘5ાવર’ ચાલશે કે કેમ?

ભારતીય રાજનીતીમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારને ચાણકય માનવામાં આવે છે. તેઓ હંમેશા કિંગ મેકરની ભૂમિકામાં રહેશે અગાઉ જયારે ભાજપે અજીત પવારની મદદથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી ત્યારે શરદ પવાર મેદાનમાં આવતા ભાજપનો ખેલ ઉંઘો પડી ગયો હતો. મહારાષ્ટ્રની અઘાડી સરકારને તોડવા માટે ત્રણ ત્રણ વાર પ્રયાસો કરવમાં આવ્યા પરંતુ પવારે ત્રણેય વખત ભાજપના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. હવે ઉઘ્ધવ સરકાર લધુમતિમાં મુકાઇ ગઇ છે. ત્યારે પવાર પાવર ચાલશે કે કેમ? તેની પર મીટ મંડાયેલી છે. જો કે ગઇકાલે શહેર પવારે એવું નિવેદન આપ્યું હતું કે સરકાર પડી જશે તો પણ અમે ભાજપ સાથે નહી જોડાઇ વિપક્ષમાં બેસીશું. આજે સવારે તેઓએ રાજયના ગૃહમંત્રી સાથે મહત્વ પૂર્ણ બેઠક યોજી હતી.

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું વિસર્જન કે રાષ્ટ્રપતિ શાસન?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉઘ્ઘ્વ  ઠાકરેની વર્તમાન અઘાડી સરકાર હાલ લધુમતિમાં મુકાય ગઇ છે. જો વિપક્ષ દ્વારા અવિશ્ર્વાસની દરખાસ્ત મૂકવામાં આવે તો સરકાર બચાવવી માંડી ચેલેન્જ બની રહેશે. આજે બપોરે મુખ્યમંત્રી દ્વારા કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે જેમાં  કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. મહારાષ્ટ્રમાં રાષ્ઠ્રપતિ શાસન લાદી દેવામાં આવશે કે વિધાનસભાનું વિસર્જન કરવામાં આવશે સાંજ સુધીમાં કોઇ આખરી નિર્ણય આવી જશે.

મહારાષ્ટ્રના રાજયપાલને કોરોના

મહારાષ્ટ્રના રાજકારણમાં ગઇકાલથી મોટો ભૂકંપ આવ્યો છે શહેરી વિકાસ મંત્રી અને શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ બળવો પોકારતા ઉઘ્ધવ સરકાર લધુમતિમાં મૂકાય ગઇ છે. આવામાં રાજયપાલની ભૂમિકા ખુબ જ મહત્વની બની જવા પામી છે. મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશયારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. આવામાં હાલ કેટલાક દિવસો સુધી તેઓ કોઇને મળી શકશે નહી. આ દિવસો દરમિયાન બન્ને પક્ષોને બહુમતિ સાબિત કરવા માટે સમય મળી જશે. આજે સવારે રાજયપાલ કોશયારીને કોરોનાના હળવા લક્ષણો જણાતા હોસ્5િટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં તેઓનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ગોવાના રાજ્યપાલ શ્રીધરનને મહારાષ્ટ્રની જવાબદારી સોંપાઈ તેવી સંભાવના છે.

શિંદેનું પગલુ આત્મઘાતી કે શિવ સૈનિકનું બની રહેશે?

શિવસેના સામે બગાવતીનું વ્યુગલ ફુંકનારા મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદેના લોહીમાં શિવસેનાના સિંઘ્ધાતો વહી રહ્યા છે. રાજયમાં ફરી હિન્દુવાદી સરકાર રચાય તેવી તેઓની ઇચ્છા છે. એક શિવસૈનિકને છાજે તે રીતે તેઓએ બળવો પોકાયો છે. અને જો ઉઘ્ધવ એનસીપી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવે તો અમે શિવસેનાની સાથે છીએ તેવું નિવેદન આપી રહ્યા છે. શિંદેનું  આ પગલું આત્મઘાતી નિવડશે કે એક સાચા શિવ સૈનિકને છાજે તેવું સાબિત થશે તે સમય જ બનાવશે.

અંત સુધી સાથ આપશો ને? શિંદેએ લીધું ધારાસભ્યો પાસેથી અભય વચન

મુખ્યમંત્રી ઉઘ્ધવ ઠાકરે સામે બગાવતનું વ્યુગલ ફુંકી  ફુંકનાર મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ આજે સવારે ગોવાહાટી પહોંચી ગયા હતા દરમિયાન તેઓએ તમામ બાગી ધારાસભ્યો સાથે હોય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તમામ પાસેથી એવું  વચન લેવામાં આવ્યું હતું કે બગાવત બાદ પરિણામ કંઇપણ આવે અંત સુધી તમામ સાથ આપવો પડશે તેવું વચન લીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.