Abtak Media Google News

બુંદ સે ગઇ હોજ સે નહિ આતી

  • શિવસેના પર સંપૂર્ણ પણે હવે એકનાથ શીંદેની જ પકડ, સરકાર બનાવવા આખરી પાસાઓ ગોઠવાઇ રહ્યા છે

મહારાષ્ટ્રમાં અઘાડી સરકારનો ઘડો લાડવો નિશ્ર્ચીત છે. શિવસેના પર એકનાથ શિંદેએ સંંપૂર્ણ કબજો મેળવી લીધો છે. પોતાની શકિત એકત્રીત કરી પાવર શેરીંગ માટે શિંદે ભાજપ સાથે બેઠક કરશે.

ભાજપની સંગાથે એકનાથ શિંદેએ 56 નહીં પરંતુ 156ની છાતી હોવાનું પુરવાર કરી દીધું છે. શિવસેના છોડી શિંદેની છાવણીમાં આવનારા ધારાસભ્યોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે બીજી તરફ જો રિસાયેલા તમામ શિવ સૈનીકો પરત ફરે તો એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવાની તૈયારી શિવસેના દ્વારા દર્શાવવામાં આવી છે આગામી ર4 થી 48 કલાકમાં મહારાષ્ટ્રનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. બીજી તરફ ભાજપે પણ મહારાષ્ટ્રમાં સરકાર રચવાની તૈયારીઓ શરુ કરી દીધી છે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ બે દિવસથી દિલ્હી પહોંચી ગયા છેેે.

સત્તાની લાલચમાં શિવસેનાના તમામ મુળભૂત સિંઘ્ધાનોને નેવે મૂકી હિન્દુત્વને સાઇડ લાઇન કરી ઉઘ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ કરી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર રચતાની સાથે સાચા શિવ સૈનિકોના હૈયા દુભાવવા માંડયા હતા. પોતાના સીએમ હોવા છતા શિવસેનાના ધારાસભ્યોને પુરતા માન પાન મળતા ન હતા. બહુ દબાવેલી સ્પીંગ ઉછળી છે. મહારાષ્ટ્ર સરકારના અર્બન મીનીસ્ટર એકનાથ શિંદેએ શિવસેનાના મુળભુત સિઘ્ધાંત એવા હિન્દુત્વને વળગી અઘાડી સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો માત્ર 11 ધારાસભ્યો સાથે મુંબઇથી સુરત આવ્યા હતા. આજે એકનાથ શિંદે પાસે પ0 જેટલા ધારાસભ્યો છે ભાજપના સહયોગથી શિંદેએ પ6 નહીં 156 ની છાતી પુરવાર કરી છે આજે તેઓ પોતાની પાસે પ0 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે તેવો પત્ર વિધાનસભાના ઉપાઘ્યક્ષ અને રાજયપાલને આપે તેવી સંભાવના જણાય રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલતા ધમાસણ વચ્ચે એકનાથ શિંદેની તાકાત દિન પ્રતિદિન વધી રહી છે. હવે શિંદે જ શિવસેના બની ગયા છે કારણ કે શિવસેનાના પપ ધારાસભ્યો પૈકી 49 ધારાસભ્યો અડિખમ રીતે શિંદેની સાથે ઉભા છે. શિંદે હવે તાકાતવાર નેતા બની  રહ્યા હોય શિવસેનાને પણ હથિયાર હેઠા મુકી દીધા છે. કોંગ્રેસ એન.એન.સી.પી. સાથે છેડો ફાડવાની તૈયારી દર્શાવી છે. આગામી ર4 થી 48 કલાકમાં મહારાષ્ટ્ર વાસીઓને નવી સરકાર મળી રહેશે.

શું ઉઘ્ધવ ઠાકરે જ ગઠબંધનથી છુટકારો મેળવવા ઇચ્છતા હતા?

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ચાર દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પોતે મુખ્યમંત્રી હોવા છતાં ઉઘ્ધવ ઠાકરે નહીં પરંતુ શરદ પવાર ઇચ્છે તેમ મહારાષ્ટ્રમાં સરકારને ચલાવવી પડતી હતી. કોંગ્રેસ અને એનસીપીના ઘોંચ પરોણાથી ઉઘ્ધવ ગળે આવી ગયા હતા. જેના કારણે તેઓએ જ આ ખેલ પાડયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. રાજયસભાની ચૂંટણી અને ત્યારબાદ વિધાન પરિષદની ચુંટણીમાં પછડાટ મળવા છતાં શિવસેનાએ નારાજ ધારાસભ્યો પર વોચ ન રાખી પરિણામે આજે સરકાર ગુમાવવાનો સમય આવીને ઉભો છે. પોતાના પક્ષના પ0 જેટલા

ધારાસભ્યો બાગી જુથમાં જતા રહે ત્યાં સુધી ઉઘ્ધવ ઠાકરેને ખબર ન હોય તેવું ગળે ઉતરતું નથી. સમયાંતરે શિવસેનાના ધારાસભ્યોનું સુરતમાં જવું અને ત્યાંથી ગુવાહાટીમાં જવું ત્યાંથી શકિત પ્રદર્શન કરવા આ તમામ ઘટના પાછળ ઉઘ્ધવની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય રહ્યું છે. કારણ કે શિવસેનાના ધારાસભ્યો ચાર્ટડ પ્લેનમાં સુરત પહોંચી રહ્યા હતા છતાં સરકાર અંધારામાં હોય તે વાત કેવી રીતે માની શકાય, પ્રથમ દિવસે થોડા ઘણાં નારાજ ધારાસભ્યો જતા રહે તે  માની શકાય પણ રોજ સુરજ ઉંગેને પાંચ સાત ધારાસભ્યો શિંદે છાવણીમાં પ્રવેશ કરે તેની પાછળ ઉઘ્ધવની કોઇ મોટી ચાલ હોવાનું મનાય છે.

શિંદે તુમ આગે બઢો કોઇપણ પ્રકારની મદદની ભાજપની તૈયારી

એકનાથ શિંવે માત્ર મહારાષ્ટ્ર નહી પરંતુ ભારતીય રાજનીતીમાં એક ઉભરતો અને આશાસ્પદ ચહેરો બની ગયો છે. જો શિંદે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવી હોય તો ભાજપનો સાથ લેવો પડે તેમ છે બીજી તરફ ખુદ શિંદેએ ખૂદે કહ્યું છે કે એક મોટા રાજકીય પક્ષે પોતાના આ પગલાને હિંમત ભર્યુ ગણાવ્યું છે અને તમામ મદદની તૈયારી દર્શાવી છે ભાજપ એક કાંકર બે નિશાન  અનેક પક્ષીઓ માર્યા છે. મહારાષ્ટ્રમાં અઘાડી સરકારનો ઘડો લાડવો થઇ જશે કે નિશ્ર્ચીત થઇ જશે. સાથો સાથ વધુ એક મોટું રાજય ભાજપના કબ્જામાં આવી જશે. જેનો સિઘ્ધો ફાયદો રાષ્ટ્રપતિની ચુંટણીમાં મળશે આટલું જ નહી કેટલાક

સાંસદોએ પણ શિંદે જુથમાં આવવાની તૈયારી દર્શાવી છે એટલે લોકસભામાં પણ ભાજપનો રસ્તો કિલયર થઇ જશે ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં સાથે આપે તો શિંદેને ડેપ્યુટી સીએમ પદ નવ મંત્રીઓ અને જરુરી સાંસદોને લાવે તો કેન્દ્રમાં પણ બે મંત્રી પર આપવાની તૈયારી દર્શાવી છે.

એનસીપી અને કોંગ્રેસ મેદાનમાં ઉતર્યા પહેલા જ થયા આઉટ

મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર તુટવાના કિનારે ઉભી છે શિવસેનામાં ચાલતા ધમાસણાથી એનસીપી અને કોંગ્રેસ વચ્ચે પણ તડા પડયા છે. બન્ને પક્ષો મેદાનમાં ઉતર્યા પહેલા જ ઓલ આઉટ થઇ ગયા છે. કોંગ્રેસ કશું ગુમાવવા જેવું નથી. પરંતુ એનસીપી પાસે જે કોઇ મજબુત રાજય હોય તો તે મહારાષ્ટ્ર છે આવામાં જો મહારાષ્ટ્ર પણ ગુમાવી બેસે તો તેનું જોર ઘટી જાય, સરકાર બચે તેવો કોઇ જ શકયતા નથી. છતાં જો કોઇ ચમત્કાર થાય અને સરકાર બચે તો પણ હવે શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્ચે જામશે નહી. એક જ માતાના બે સંતાન જેવા એનસીપી અને કોંગ્રેસ વચ્ચે પણ હવે અંતર વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સરકારમાં ત્રણેય પક્ષનો સમાન હિસ્સો હોવા છતાં માત્ર એનસીસીનું વધારે ચાલતું હતું. હવે જયારે સરકાર જઇ રહી છે ત્યાર ત્રણેય વચ્ચે ડખ્ખા ડખ્ખુ શરૂ થઇ ગયા છે.

ઉધ્ધવે શિવસેનાના તમામ જીલ્લા અઘ્યક્ષો સાથે બોલાવી બેઠક

શિવસેનાના સુપ્રીમો કહેવાતા ઉઘ્ધવ ઠાકરેએ આજે બપોરે સેના ભવન ખાતે મહારાષ્ટ્રના તમામ જીલ્લા અને મહાનગરોના શિવસેના અઘ્યક્ષ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી જેમાં પક્ષની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. શિવસેના હવેથી ભાગમાં વહેચાય રહીછે. ત્યારે પક્ષને એક જુટ રાખવા માટે ઉઘ્ધવે તૈયારીઓ આરંભી દીધી છે.

  • શિવ સૈનિકોને એક જુટ કરી શકિત પ્રદર્શન બાદ જ ‘એકનાથ’  ભાજપ સાથે પાવર શેરીંગ કરશે
  • ભાજપ સાથે બેસતા પહેલા એકનાથ શિંદેનો પાવર ફૂલ પ્લાન

મહારાષ્ટ્રવાસીઓને ગણતરીની કલાકોમાં નવી સરકાર મળી રહે તે વાત ફાળીયું થઇ જવા પામી છે. હવે મુખ્યમંત્રી ભાજપના બને છે કે એકનાથ શિંદે તેના પર બધાની મીટ મંડાયેલી છે. અઘાડી સરકાર સામે બળવો કરનાર એકનાથ શિંદેએ ખુબ જ પાવર ફૂલ પ્લાન બનાવ્યો છે. 11 ધારાસભ્યો સાથે સુરત પહોચેલા અને ત્યારબાદ ગુવાહાટી આવેલા શિંદે છાવણીમાં હાલ 49 ધારાસભ્યો છે અને સતત ધારાસભ્યોની સંખ્યા વધી રહી છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસને ઉંઘતી રાખી શિંદેએ ખેલ પાડી દીધો. ભાજપ સાથે બેસતા પહેલા શિંદે શિવસૈનિકોને એક જુટ

કરશે ત્યારબાદ શકિત પ્રદર્શન કરશે અને પછી પાવર શેરીંગ કરશે ત્યાં સુધી મગનું નામ મરી પાડશે નહી. ભાજપે તમામ સહકારની તૈયારી દર્શાવે છે. છતાં શિંદે હજી પોતાના પત્તા ખોલતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.