Abtak Media Google News

નેશનલ ઇન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફ્રેમ વર્કમાં ગુજરાતની માત્ર એક જ યુનિવર્સિટીનો સમાવેશ થતા પ્રદેશ પ્રોફેશનલ્સ કોંઁગ્રેસના પ્રમુખ ડો. નિદત બારોટની વડાપ્રધાન મોદીને લેખીતમાં રજુઆત

મીનીસ્ટ્રી ઓફ એજયુકેશન દ્વારા નેશનલ ઇન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફ્રેમ વર્કની સાતમી આવૃતિ જાહેર કરવામાં આવી છે. ટોપ-100 શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતની એકમાત્ર ગુજરાત યુનિ. ને 58મો રેન્ક પ્રાપ્ત થયો છે. અને તે પણ ગત વર્ષે 43 માંથી આ વર્ષે 58માં ક્રમે પહોંચી છે. કોલેજ કક્ષાએ સેન્ટ ઝેવીયર્સ કોલેજને પર મો રેન્ક પ્રાપ્ત થયો છે. મેડીકલ અને ડેન્ટલની 1-1 કોલેજનો સમાવેશ થયો છે. નિરમા યુનિવર્સિટીનો પણ પહેલા પ0 માં સમાવેશ થયો છે. ગુજરાતમાં આઇ.આઇ.  એમ. અમદાવાદનો સમાવેશ ટોપ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુશન તરીકે થયો છે તે ગુજરાતનું ગૌરવ લેવી જેવી બાબત છે, પરંતુ રાજય સરકાર દ્વારા સંચાલીત યુનિવર્સિટીઓએ ગુજરાતના ગૌરવને નુકશાન પહોચાડવાનું કાર્ય કર્યુ છે. આ બાબતે પ્રદેશ પ્રોફેસન્સ કોંગ્રેસના પ્રમુખ ડો. નીદત બારોટે વડાપ્રધાન મોદીને લેખીતમાં રજુઆત કરી પૂર્ણ કરવા માંગ કરી છે. ડો. નીદત બારોટે જણાવ્યુઁ હતું કે, ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં કાર્યકારી અને બીન કાર્યક્ષમ કુલપતિઓ સત્તારૂઢ છે.

મોટાભાગના કૃલપતિઓ વિરુઘ્ધ તેમની લાયકાતના સંદર્ભમાં અને ભ્રષ્ટાચારના સંદર્ભમાં જુદી જુદી કોર્ટમૉ ફરીયાદો થયેલી છે. વર્તમાન કુલપતિઓ વિઘાર્થીઓને રોજગારલક્ષી અને ગુણવત્તાલક્ષી અભ્યાસક્રમો આપવામાં ઉણા ઉતર્યા છે. યુનિવર્સિટી કક્ષાએ વર્તમાન સમયમાં સ્પોટસ મેનેજમેન્ટ સપ્લાય ચેન્જ મેનેજમેન્ટ, ઇન્ફેકશીયસ ડીઝીસને લગતા ડીપ્લોમાં ડીગ્રીના અભ્યાસક્રમો હોય ક કૌશલ્યને લગતા અને રોજગારીને લગતા  અભ્યાસક્રમો હોય તેવું શરુ કરવામાં યુનિવર્સિટીના કુલપતિઓએ કોઇ પ્રયાસો ન કરતા રૂઢીગત વિનયન, વાણિજય અને વિજ્ઞાન ના અભ્યાસક્રમો ચલાવી શિક્ષણમાં કઇ નવીનીકરણ ન લાવતા છેવટે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ઉચ્ચ શિક્ષણમાં પાછળ રહ્યું છે તેવું કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ ઇન્સ્ટીટયુશનલ રેન્કીગ ફ્રેમ વર્કની યાદીમાંથી પ્રતિપાદિત થાય છે.

ઉચ્ચ શિક્ષણમાં વિઘાર્થીઓ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા યુજીસીએ મોટા પાયે ગ્રાન્ટ આપીને કરી હતી. વર્તમાન સરકારે ગુજરાતમાં લાઇબ્રેરીયનોની નિયુકતી છેલ્લા રપ વર્ષથી કરી નથી અને પરિણામે વિઘાર્થીઓ સુધી વર્તમાન સમયમાં કયુ સાહિત્ય ઉપયોગી છે.

કુલપતિઓ માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવા પૂરતા મર્યાદિત થઇ જતા ગુજરાતનું શિક્ષણ કથળી રહ્યું છે. નિરમા યુનિવર્સિટીનો નેશનલ ઇન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફ્રેમ વર્કમાં સમાવેશ થયો તે જ દર્શાવે છે કે થોડા સમયમાઁ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આગળ નીકળશે અને સરકારી યુનિવર્સિટીઓનું અસ્તિત્વ જોખમમાં આવવાનું છે ત્યારે ગુજરાતના શિક્ષણ પર વડાપ્રધાન નજર કરી ફરીથી ગુજરાતનું ઉચ્ચ શિક્ષપણ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કરતું થાય તે માટે જરુરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.