Abtak Media Google News

બિલ્ડીંગનાં 24 રૂમો પર લટકતી તલવાર: છાત્રોને ભયની અનુભૂતી

સાયલાની 100 વરસ જૂની હાઈસ્કૂલના તમામ 24 રૂમ જર્જરિત હાલતમાં છે. ધો. 9થી 12 સુધી અભ્યાસ કરતા 157 વિદ્યાર્થી માથે જીવનું જોખમ જોવા મળે તેવી સ્થિતિએ વધુ વરસાદમાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે શાળા છોડીને ઘેર ભણવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સાયલા તાલુકાના 3 પેઢીના વારસદારો શિક્ષણ લઈ રહ્યા છે, તેવી નગરજનોનું હાર્દ અને આશીર્વાદ રૂપ બનેલી 100 વરસ જૂની સાર્વજનિક હાઈસ્કૂલની સ્થિતિ દયનીય હાલતમાં છે. જિલ્લાની સૌથી મોટી અને વિશાળ ગ્રાઉન્ડ ધરાવતી હાઈસ્કૂલના કમ્પ્યુટર, વિજ્ઞાન ભવન, સભાખંડ સહિતના તમામ 24 રૂમ જર્જરિત હાલતમાં ખંડેર બની ગયા છે.આ સ્કૂલમાં સામાન્ય અને ગરીબ વર્ગના ધો. 9થી 12 સુધીના 157 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. જે માત્ર 4 વર્ગખંડમાં અને તે પણ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વિલાયતી નળિયા અને જર્જરિત ધાબાના સળિયાને કારણે ચોમાસામાં શાળાના વર્ગો ગમે ત્યારે ધરાશયી થઈ જાય તેવી સ્થિતિ છે.

તમામ ચૂંટણીની મતગણતરી હાઈસ્કૂલના સભાખંડમાં થતી. પરંતુ જર્જરિત રૂમ, સભાખંડના કારણે મતગણરી અને સ્ટ્રોંગ રૂમ ગામથી દૂર મોડેલ સ્કૂલમાં લઈ જવાનું સરકારી બાબુઓએ સુરક્ષિત માન્યુ હતું.વીજવાયરો અને જર્જરિત છાપરું જોઈ ડર લાગે તેવી હાલતમાં છે તથા હાઈસ્કૂલના વીજવાયરો અને વરસાદી પાણી દીવાલ ઉપર ઊતરી આવતાં ભયસર્જક વીજવાયરો જોખમરૂપ છે. ત્યારે સભાખંડ સહિતના 4 રૂમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વરસાદી વાતાવરણમાં રૂમમાં પાણી વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.