Abtak Media Google News

શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેશભરની 12 જગ્યાઓ એ જે શિવલિંગ પ્રગટ થયેલ છે તેમાં જ્યોતિ સ્વરૂપે સ્વયં ભગવાન શિવ બિરાજમાન છે, તેથી તેને જ્યોતિર્લિંગ ના નામે ઓળખાય છે. આ જ્યોતિર્લિંગ ના દર્શન માત્રથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે. એટલે જ જ્યોતિર્લિંગ નું મહત્વ વિશેષ છે.

સોમનાથ મહાદેવ 3

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ શહેરમાં આવેલું છે, આ જ્યોતિર્લિંગ” સોમનાથ જ્યોતિર્લિંગ” ના નામે ઓળખાય છે.

મલ્લિકાર્જુન

બીજું જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીને કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે, આ જ્યોતિર્લિંગ “મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

ત્રીજું જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે, તે “મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે. આ જ્યોતિર્લિંગ નું સવિશેષ મહત્વ છે, કારણ કે તે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે.

ૐકારેશ્વર જ્યોતિર્લિંગ

ચોથું જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ નાં માલવા ક્ષેત્રમાં નર્મદા નદીની પાસે આવેલું છે, આ જ્યોતિર્લિંગ “ૐકારેશ્વર જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે. આ જગ્યાએ પહાડની ચારે બાજુએ નદી વહે છે, અને ૐ નો આકાર બને છે તેથી તે “ૐકારેશ્વર જ્યોતિર્લિંગ” તરીકે પ્રખ્યાત છે.

બૈધનાથ જ્યોતિર્લિંગ

પાંચમુ જ્યોતિર્લિંગ ઝારખંડમાં આવેલું છે, તે “બૈધનાથ જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જે જગ્યાએ આ જ્યોતિર્લિંગ આવેલું છે તેને “ચિત્તા ભૂમિ” પણ કહેવાય છે.

ભીમાશંકર જ્યોતિર્લિંગ

છઠ્ઠું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રિ પર્વત પર આવેલું છે, આ જ્યોતિર્લિંગ “ભીમાશંકર જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે.

રામેશ્વરમ જ્યોતિર્લિંગ

સાતમુ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથમ માં આવેલું છે, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ જ્યોતિર્લિંગ ની સ્થાપના સ્વયં ભગવાન શ્રીરામે કરી હતી. આ જ્યોતિર્લિંગ “રામેશ્વરમ જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ

આઠમુ જ્યોતિલિંગ ગુજરાત ના દ્વારકા પૂરી થી 17 કિલોમીટર દૂર આવેલું “નાગેશ્વર જ્યોતિર્લિંગ” નાં નામે ઓળખાય છે. કહેવાય છે કે ભગવાન શિવની ઈચ્છા અનુસાર જ આ જ્યોતિર્લિંગ નું નામકરણ કરવામાં આવ્યું હતું.

બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગ

નવમુ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું છે, આ જ્યોતિર્લિંગ “બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે. હિમાલય છોડીને ભગવાન શિવે અહીંયા જ એમનું નિવાસ સ્થાન બનાવ્યું હતું.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિં

દશમું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ગોદાવરી નદીના કિનારે આવેલું છે, આ જ્યોતિર્લિંગ “ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે.

કેદારનાથ જ્યોતિર્લિંગ઼

અગિયારમું જ્યોતિર્લિંગ ઉતરાખંડમાં અલકનંદા અને મંદાકિની નદીઓની વચ્ચે કેદાર નામની પહાડી ઉપર આવેલું છે, આ જ્યોતિર્લિંગ “કેદારનાથ જ્યોતિર્લિંગ” તરીકે ઓળખાય છે.

ઘુષ્ણેશ્વર જ્યોતિર્લિંગ

બારમું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ ને “ઘુષ્ણેશ્વર જ્યોતિર્લિંગ” કહેવાય છે. આ જ્યોતિર્લિંગ જે સ્થાન પર આવેલું છે તેને “શિવાલય” પણ કહેવાય છે. આ છેલ્લું જ્યોતિર્લિંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.