Abtak Media Google News

રાજ્યના 33 જિલ્લાના 178 તાલુકાઓમાં વરસાદ: પોરબંદરમાં 3॥ ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ, કોડીનારમાં 2॥ ઇંચ, વડીયા, રાણાવાવ, વેરાવળ અને લોધિકામાં બે ઇંચ, ચુડા, લાલપુર, કુતિયાણામાં દોઢ ઇંચ વરસાદ

એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો એક્ટિવ થવાના કારણે સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં અષાઢી માહોલ છવાયો છે. મંગળવારે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થવા પામી હતી. આજે અને આવતીકાલે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યના અનેક તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સિઝનનો 78.97 ટકા વરસાદ વરસી ગયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 178 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ પોરબંદરમાં 87 મીમી વરસી ગયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 79 મીમી, કોડીનારમાં 63 મીમી, વડીયામાં 48 મીમી, રાણાવાવમાં 47 મીમી, વેરાવળામાં 42 મીમી, લોધિકામાં 42 મીમી, ચુડામાં 37 મીમી, લાલપુરમાં 33 મીમી, કુતિયાણામાં 32 મીમી, ભાણવડમાં 27 મીમી, મેંદરડામાં 26 મીમી, જામજોધપુરમાં 26 મીમી, કલ્યાણપુરમાં 25 મીમી, બોટાદમાં 24 મીમી, ખંભાળીયામાં 23 મીમી, ભેંસાણમાં 21 મીમી અને ઉનામાં 17 મીમી વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં 178 પૈકી 84 તાલુકાઓમાં અર્ધાથી લઇ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકાઓમાં માત્ર ઝાપટો પડ્યા હતા. ગુજરાતમાં આજ સુધીમાં સિઝનનો કુલ 78.97 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં કચ્છ રિજીયનમાં સૌથી વધુ 126.23 ટકા, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 66.47 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 67.82 ટકા, સૌરાષ્ટ્રમાં 75.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.49 ટકા વરસાદ પડ્યો છે.

આજે સવારથી રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસ રાજ્યમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

  • બે દિવસ ભારે વરસાદની આગાહી સાંજથી માહોલ જામશે

અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ ખાબકે તેવી સંભાવના સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આજે અને આવતીકાલે મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આગામી શુક્રવારથી રાજયમાં વરસાદનું જોશ ઘટી જશે. આજે સાંજથી સૌરાષ્ટ્રમાં મેધાવી માહોલ જામશે અને વરસાદ પડવાનું શરુ થઇ જશે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલ માર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તીત થયા બાદ ઓરિસ્સા અને છત્તીસગઢની બોર્ડર સધી પહોંચી ગયું છે જે આવતી કાલે ફરી વેલ માર્કમાં પરિવર્તન થઇ થોડું નબળુ પડી જશે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સાર્વત્રિત મઘ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. અમુક છુટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આજ સાંજથી વરસાદ પડવાનું શરુ થશે. મઘ્ય ગુજરાતથી વરસાદની શરુઆત થશે અને ક્રમશ: સમગ્ર રાજયને આવરી લેશે આજે અને આવતીકાલે રાજયમાં સાર્વત્રીક મઘ્યમથી ભારે વરસાદ પડશે દરમિયાન શુક્રવારથી વરસાદનું જોર ઘટી જશે.

  • ભાદરનો ભપકો: નવું 1.61 ફુટ પાણી આવ્યું, એક વર્ષની શાંતિ’
  • 34 ફુટે ઓવર ફલો થતા ભાદર ડેમની સપાટી ર6 ફુટે પહોંચી ડેમમાં 3520 એમસીએફટી પાણી સંગ્રહિત: પીવા માટે 31 ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલું પાણી

Img 20220810 Wa0046

સૌરાષ્ટ્રનો દરિયો ગણતા અને સાત આજી ડેમ જેટલી જળ સંગ્રહ શકિત ધરાવતા ભાદર ડેમની જળ સપાટીમાં છેલ્લા ર4 કલાક દરમિયાન માતબર વધારો થયો છે. ભાદર ડેમ હવે ભડ ભાદર થવામાં માત્ર આઠ ફુટ બાકી રહ્યો છે. હજી પાણીની આવક સતત ચાલુ જ છે. નવું 1.61 ફુટ પાણી આવતા 34 ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી 26 ફુટે પહોંચી થવા પામી છે. જો સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો એક વર્ષ અર્થાત 31 ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલું પાણી ડેમમા સંગ્રહિત થઇ ગયું છે. નવુ 455 એમસીએફટી પાણી આવ્યું છે. જે રાજકોટ શહેરને પપ દિવસ ચાલે તેટલું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાદર સિવાય અન્ય 19 ડેમમાં પણ નવા નીરની આવક થવા પામી છે.

આ અંગે રાજકોટ મહાનગર પાલિકા અને સિંચાઇ વિભાગના ઇજનેરી સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાકમાં ભાદર સહિત ર0 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. ભાદર ડેમમાં નવું 1.61 ફુટ પાણીની આવક થવા પામી છે. 34 ફુટે ઓવર ફલો  થતા ભાદર ડેમની સપાટી આજે સવારે 26 ફુટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવર ફલો થવામાં હવે માત્ર 8 ફુટ બાકી છે.

છેલ્લા ર4 કલાક દરમિયાન ડેમમાં પ1ર એમસીએફટી પાણીની આવક થવા પામી છે. ડેમની કુલ કુલ સંગ્રહશકિત 6644 એમસીએફટીની છે. હાલ ડેમમાં 3520 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જો સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે અને પીવા માટે ડેમનું પાણી અનામત રાખવામાં આવે તો 31 ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં સંગ્રહિત થઇ જવા પામ્યું છે. કરાર મુજબ ભાદરમાંથી રાજકોટને દૈનિક 40 એમએમડી પાણી ભાદર ડેમમાંથી મળે છે. નવું પ1ર એમસીએફટી પાણીની આવક થવા પામી છે જે દૈનિક ઉપાડ મુજબ રાજકોટ શહેરનો પપ દિવસ ચાલે તેટલું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાદર ઉપરાંત રાજકોટ જીલ્લાના મોજ ડેમમાં નવું 0.39 ફુટ, સુરવો  ડેમમાં 3.12 ફુટ, કરમાળ ડેમમાં 0.33 ફુટ, કર્ણકી ડેમમાં 2.13 ફુટ, માબગઢ ડેમમાં 0.98 ફુટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના જળાશયોમાં હાલ 70 ટકા પાણી સંગહિત છે. મોરબી જીલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.39 ફુટ, મચ્છુ-ર ડેમમાં 0.13 ફુટ, ડેમી-ર ડેમમાં 0.16 ફુટ, પાણીની આવક થવા પામી છે. જીસલ્લાના 10 જળાશયોમાં 41.93 ટકા પાણી સંગ્રહિત છે જયારે જામનગર જીલ્લાના ફુલઝર-1 ડેમમાં 0.36 ફુટ, ફુલઝર-ર ડેમમાં 0.72 ફુટ, ફુલઝર (કોબા) માં 0.16 ફુટ, પાણીની આવક થવા પામી છે. જામનગર જીલ્લાના 68.38 ટકા પાણીની સંગ્રહિત છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામ)ં વર્તુ-1 ડેમમાં 0.10 ફુટ, વર્તુ-ર ડેમમાં 0.33 ફુટ, વેરાડી-1 0.66 ફુટ, કાબરકામાં 0.49 ફુટ, વેરાડી-ર માં 0.33 ફુટ, અને મીણસાર (વાનાવડ)માં 1.15 ફુટ પાણીની આવક થવા પામી છે. જીલ્લાના 12 જળાશયોમાં 52.94 ટકા પાણી સંગ્રહિત છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાના ફલકુ ડેમમાં 0.16 ફુટ, અને વાંસલ ેમમાં 1.97 ફુટ પાણીની આવક થતા જીલ્લાના 11 જળાશયોમાં માત્ર 24.84 ટકા જ પાણી સંગ્રહિત છે. ભાદર ડેમમાં હજી 450 કયુસેક પાણીની આવક ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.