Abtak Media Google News

અબતક, અતુલ કોટેચા, વેરાવળ

ગુજરાત 36મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યુ છે. ત્યારે રમતવિરોને રમત ગમતની પ્રવૃતિઓમાં પ્રોત્સાહન મળે અને રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ રમત ગમત પ્રત્યે વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા નગરપાલીકા ટાઉનહોલ, વેરાવળ ખાતે જિલ્લાકક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન-2022 કાર્યક્રમ પશુપાલન વિભાગના મંત્રી શ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

36મી નેશનલ ગેમ્સ  ગુજરાત રાજ્યના 6 શહેરોમાં યોજાશે. જેમા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજવામાં આવશે.

આ તકે મંત્રી એ જણાવ્યુ હતુ કે, ગુજરાત રમત ગમતના ક્ષેત્રે મોખરે છે. આ સાથે ગુજરાત ખેલ મહાકુંભની પ્રથમ આવૃતિની શરૂઆતથી ગુજરાત પાયાના સ્તરે રમત-ગમતના માળખાકીય  સુવિધાઓનો વિકાસ કરી રહ્યુ છે  ડીએલએસએસ શાળાઓમાં 4850 ખેલાડીઓ તેમજ 141 કોચ અને 160 ટ્રેનસ છે. આપણુ ગુજરાત દેશની 36મી નેશનલ ગેમ્સનુ આયોજન  કરવા સજ્જ છે. તેમ તેઓ એ વધુમાં ઉમેર્યું હતું.

આ તકે રાજ્યકક્ષાએ પ્રથમ  વિજેતા વોલીબોલ અંડર -14ની 6 બહેનોનુ ટ્રોફી દ્વારા  સન્માન કરવામા આવ્યુ. તેમજ વોલીબોલ અંડર -17 ઓપન એજ ગ્રુપ વોલીબોલ, રસા ખર્ચની ટીમ,અંડર -14 કબડ્ડી રાજ્યકક્ષાએ ગીર સોમનાથમા પ્રથમ આવેલ ટીમોનુ સન્માન કરવામા આવ્યુ. તેમજ એશિયન યુથ ચેમ્પિયન શીપ -2014(થાઈલેન્ડ) ભારતીય ટીમના કેપ્ટન કિજલબેન વાળાનુ અને ઈન્ટરનેશનલ મેડાલીસ્ટ લોગ જમ્પ, ત્રિપલ જમ્પ  શ્રધ્ધાબેન ધુલેનુ મોમેન્ટ આપી  સન્માન કરવામા આવ્યુ હતુ. તેમજ આ સાથેજ ખેલ મહાકુભ-11માં સૌથી વધુ ચંદ્રકો મેળવતી   કે.કે.મોરી હાઈસ્કૂલ પ્રાચીને 1 લાખ, સેન્ટ મેરી પ્રાયમરી  પ્રભાસ પાટણને 1 લાખ અને સોમનાથ ઉચ્ચતર માધ્યમિક  શાળા કોડીનારને 75 હજારની માતબર રકમ રાજ્ય સરકાર દ્વારા આપીને સન્માન કરવામા આવ્યુ હતુ.

આ તકે સાંસદ   રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબહેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ   પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેકટર  રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલે,   જિલ્લા યુવા વિકાસ અધિકારી  મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા, પ્રાત યુવા વિકાસ અધિકારી અશ્વિન સોલંકી અને વિવિધ સ્કુલના પ્રિન્સિપાલ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ  અને  બહોળી સંખ્યામાં રમતવીરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય   દીપક નિમાવતે અને આભાર વિધિ રમત ગમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.