Abtak Media Google News

રાસોત્સવમાં આવેલા તમામ લોકોને વિનામૂલ્યે ચા-નાસ્તાની મહેમાનગતિ

છેલ્લા 17 વર્ષથી દ્વારકેશ ગ્રુપ દ્વારા આયોજીત નવવિલાસ પુષ્ટિરસ રાસોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. આ તકે પૂ.પા.ગો. 108 કાલીન્દીવહુજી નટવર ગોપાલ મહારાજની પ્રેરણાથી અને તેમના અઘ્યક્ષ સ્થાને નવ દિવસ રાત્રે 9 થી 1ર સુધી વ્રજભુમિ એપલ અલ્ટ્રશની સામે પાઠક સ્કુલવાળા શેરીમાં 1પ0 ફુટ રીંગ રાજકોટ ખાતે ભકિતનગર અને સુરક્ષિત વાતાવરણમાં હજારો ભાવિક વૈષ્ણવ ભાઇ-બહેનો હાજર રહી રાસોત્સવ મહોત્સવમાં દર્શનનો લાભ લે છે. નવવિલાસ પૃષ્ટિરસ રાસોત્સવનું આયોજન પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સુષ્ઠિ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થાય છે.

6Q0A8470

પ્રાચીન સંસ્કૃતિની પરંપરા જળવાય તેવા શુભ હેતુથી દ્વારકેશ ગ્રુપ દ્વારા નવવિલાસ પુષ્ટિરસ રાસોત્સવનું આયોજન કરેલ છે અને સતત 17માં વર્ષ જબરો પ્રતિસાદ મળેલ છે. અને નવદિવસ અલગ અલગ પ્રસાદની વ્યવસ્થા રખાય છે. અને ખ્યાતનામ કિર્તન મંડળીઓ અને સંગીતના સથવારે વૈષ્ણવોના મન ડોલાવે છે.  આ તકે મનસુખભાઇ સાવલીયા, નરેશભાઇ નારીયા, બિપીનભાઇ હદવાણી, પ્રફુલભાઇ હદવાણી કામગીરી સંભાળી રહ્યા છે. કિર્તન મંડળી નરેશભાઇ, અમીતભાઇ, હરિભાઇ બાલધા, ધનસુખભાઇ વેકરીયા, પ્રફુલભાઇ સંઘાણી, શૂર-સંગીતના સાથે ખેલૈયાઓ ડોલાવી રહ્યા છે.

રોજ 4 થી 5 હજાર વૈષ્ણવો લે છે લાભ: મનસુખભાઈ સાવલીયા

Vlcsnap 2022 09 30 13H36M00S849

પૂ. કાલિન્દી વાવજી ની આજ્ઞાથી આ 17મું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરરોજ ચારથી પાંચ હજાર વૈષ્ણવો આવે છે તેમજ તમામને વિનામૂલ્યે કલવો એટલે કે નાસ્તો કરાવવામાં આવે છે. રસોત્સવમાં કૃષ્ણ ભગવાને મહારાષ્ટ્ર કર્યો હતો તે જ રીતે રાસ રમવામાં આવે છે તેમજ આયોજનના ભાગરૂપે ભાઈઓ તથા બહેનોની અલગ અલગ રાસ રમવાની વ્યવસ્થા પણ કરેલી છે. મહત્વની વાત એ છે કે, ફક્ત વૈષ્ણવો જ નહીં પરંતુ બધી જ જ્ઞાતિના અને સર્વ સંપ્રદાયના તમામ લોકો વિનામૂલ્ય રાસ રમી શકે છે.

છેલ્લા 16 વર્ષથી કરવામાં આવે છે આયોજન: નરેશભાઈ નારીયા

Vlcsnap 2022 09 30 13H36M14S286

નવું વિલાસ રાસોતવનું આયોજન છેલ્લા 16 વર્ષથી થઈ રહ્યું છે તેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્રમાંથી વલ્લભકુળના તમામ બાલકો પધરામણી કરીને બિરાજતા હોય છે. ઉપરાંત,સૌરાષ્ટ્ર ભરમાંથી વૈષ્ણવો અલગ અલગ જિલ્લામાંથી પણ આવતા હોય છે અને પરંપરાગત રીતે શતક આયોજનમાં તમામ વૈષ્ણવો લાભ લેતા હોય છે.આયોજન એ પ્રાચીન પરંપરાગત રીતે કરવામાં આવ્યું છે જેથી આવા કલ્ચરમાં બાળકો આગળ વધે અને કલ્ચર પ્રત્યેની તમામ જાણકારીઓ મળે તેમજ સંપ્રદાય અંગે પણ વિશેષ માર્ગદર્શન મળે તે હેતુથી દ્વારકેશ ગ્રુપ દ્વારા ભાઈઓ બહેનોને રસોત્સવ રમવા પ્રોત્સાહન પણ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.