Abtak Media Google News

લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ લાઇફ દ્વારા 8 ઓકટોબર 2022 ના રોજ સમય સવારે 6.30 થી 8 અને 8 થી 9.30 દરમ્યાન મેદસ્વિતા અને પેટની ચરબી ઘટાડવા માટે ખાસ યોગ વર્ગનું સેશન ગોઠવવામાં આવ્યુંછે.

મેદસ્વિતાની સમસ્યા હવે સાઇકો-ફિઝિકલ બનવા લાગી છે વધારે પડતા વજનથી બ્લડ પ્રેશર, હ્રદય રોગ, ડાયાબીટીસ, હાડકાના દર્દો વગેરે સમસ્યાઓ સંભવી શકે છે. વિશ્ર્વમાં મેદસ્વિતાના કારણે મૃત્યુનો  ડર વધતો જાય છે વધારે મેદની સીધી અસર ચચાપચયની પ્રક્રિયા પર અને હોર્મોન્સની નિચમીતતા પર થાય છે. વજન વધવાની શરુઆત થાય ત્યારે આપણને ખબર પડતી નથી અથવા એ તરફ આપણે ઘ્યાને આપતા નથી. વજન અતિ વધી જાય છે. ત્યારે એ બાબતે જાગૃત થઇએ છીએ. શરુઆતથી જ કાળજી રાખવામાં આવે તો મેદની સમસ્યા આટલું ગંભીર સ્વરુપ ધારણ ન કરે.

આ કલાસમાં જોડાવવા માટે અને આ અંગે વધુ વિગત મેળવવા માટે પ્રોજેકટ લાઇફ બિલ્ડીંગ રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે મુલાકાત લેવી અથવા મો. નં. 85113 31133 ઉપર સંપર્ક કરી શકાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.