Abtak Media Google News
રોપ-વે દ્વારા અંબાજીના દર્શન કરે તેવી સંભાવના: લોકાર્પણ-ખાત મુહુર્ત યોજાશે કાર્યક્રમો

 

અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જુનાગઢનો કાર્યક્રમ પાકો થયો છે, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ બાદ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે શહેરના ધૂળિયા રસ્તાઓને ડામરથી મઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને શહેરની ફૂટપાયરી, ડિવાઇડર, ચોકને કલર કામ તથા જુનાગઢને શણગારવામાં આવી રહ્યું છે. જો કે તેમનો સત્તાવાર કાર્યક્રમ જાણવા મળ્યું નથી પરંતુ તેમનું જે દીર્ઘ સ્વપ્ન હતું તે રોપ વે પ્રોજેક્ટ ગિરનાર પર્વત ઉપર કાર્યરત થઈ જવા પામ્યો છે ત્યારે રોપવે દ્વારા તેઓ ગિરનાર પર્વત ઉપર જઈ માં અંબાજીના દર્શન કરે તેવું મનાઈ રહ્યું છે. આ સાથે તેઓ જૂનાગઢ ખાતે જંગી જન મેદનીને સંબોધશે અને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મૂહર્ત કરે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

આગામી તા. 19 ના રોજ જૂનાગઢ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જુનાગઢના મહેમાન બની રહ્યા છે અને તેમને આવકારવા ભાજપ પરિવાર દ્વારા માઈક્રો લેવલના પ્લાનિંગ સાથે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને ભાજપના કોર્પોરેટર દ્વારા વોર્ડ વાઇઝર મીટીંગોની સાથે જ્ઞાતિ, સમાજ, એસોસિએશન, વિવિધ સંગઠનોની ભાજપ અગ્રણીઓ દ્વારા મીટીંગ બોલાવવામાં આવી રહી છે. અને વર્ષો બાદ નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ આવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં જન મેદની એકઠી થાય તે માટેના તમામ પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ સાથે નરેન્દ્રભાઈ મોદીનો આગામી 19 તારીખનો કાર્યક્રમ ઓફિશિયલી હોય ત્યારે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દરેક વિભાગના અધિકારીઓની લગલગાટ મીટીંગોના દોર શરૂ થઈ જવા પામ્યા છે. આ સાથે જિલ્લાના ઉંચ્ચ અધિકારીઓના મોનિટરીંગ નીચે વિવિધ ટીમો તૈયાર કરવામાં આવી આવી છે અને કોઈપણ જાતની ચૂક ના રહે તે માટે સૂચના આપી દેવામાં આવી છે.

બીજી બાજુ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જુનાગઢ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ચકલું પણ ન ફરકી શકે તેવી લોખંડી સુરક્ષા વ્યવસ્થા વડાપ્રધાન માટે ઊભી કરી દેવામાં આવી છે. આ માટે જુનાગઢ જિલ્લા સહિત આસપાસના અને ગુજરાતભરના ચુનંદા પોલીસ અધિકારીઓ અને પોલીસ ટીમ જૂનાગઢ ખાતે બોલાવવામાં આવી છે. અને અત્યારથી જ સુરક્ષા માટેની તમામ તૈયારીઓ હાજરી દેવામાં આવી છે. આ સાથે એસઆરપીની કુમક અને વિવિધ સુરક્ષા ટીમોને જુનાગઢ ખાતે ઉતારવામાં આવી છે અને જૂનાગઢ શહેર, પ્રવેશ દ્વાર તથા કાર્યક્રમના સ્થળે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

જો કે તંત્ર દ્વારા હજુ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો 19 તારીખનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી બપોરના દોઢ વાગ્યે જુનાગઢ પહોંચશે તેવું ભાજપ વર્તુળોમાંથી જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે જુનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા એ અબ તક ને જણાવ્યા મુજબ જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈની સભામાં 10 હજાર વી.આઈ.પી; 5 હજાર વીવીઆઈપી; સહિત 1 લાખ લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. તથા જૂનાગઢની કૃષિ યુનિમાં 3 હેલીપેડ બનાવવામાં આવ્યા છે. જેમાં એક ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉતરાયણ કરશે, જ્યારે 2 હેલીપેડ સિક્યુરિટી માટે રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.