Abtak Media Google News

1812 વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન નાટયોત્સવમાં લીધો ભાગ

દર વર્ષે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ(ગઈજખ) નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ નું આયોજન કરે છે ગ્રામીણ વિસ્તારોમાં વૈજ્ઞાનિક સાક્ષરતા ફેલાવવાનો અને અંધશ્રદ્ધા દૂર કરવાનો એક મહત્વનો હેતુ છે. રાજ્ય દ્વારા સૌ પ્રથમ વિવિધ સ્તરે નાટક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે

જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં  ધર્મભક્તિ જિલ્લાનું લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 15 શાળાઓના બાળકોએ વિજ્ઞાન નાટકો રજૂ કરેલ જેમાં પ્રથમ ક્રમે ઉંબરી પે સેન્ટર શાળા ના બાળકો પ્રથમ ક્રમે  આવ્યા હતા.

જે બાળકો રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ અને આ વર્ષે રાજ્ય કક્ષાની સ્પર્ધા ભાવનગર ખાતેના રિઝ્યોનલ સાયન્સ સેન્ટર (RSC) નારી ગામ ભાવનગરમાં બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ જેમાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ. જેમા તમામ જિલ્લાઓમાંથી શ્રેષ્ઠ એન્ટ્રીઓ ભેગા થયા અને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.

Img 20221114 Wa0004

રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિદ્યાર્થી એનએસડીએફની થીમ અને પેટા થીમ પર કોઈ પણ માન્ય ભારતીય ભાષામાં નાટક બનાવે છે. અને વધુમાં વધુ 30 મિનિટના સમયગાળા માટે સાયન્ટિફિક જ્યુરી સભ્યોની સામે તેનું નાટક રજૂ કરે છે. જેમાં કુલ 241 ટીમોમાં 33 જિલ્લા ની 226 શાળાઓના 1812 વિદ્યાર્થીઓ (છોકરાઓ 941) અને (છોકરીઓ 871) અને 306 શિક્ષકોએ રાજ્યના 33 જિલ્લા માંથી જિલ્લા કક્ષાના વિજ્ઞાન નાટ્યોત્સવમાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લામાંથી ગયેલ ઉમરી પે સેન્ટર શાળાના બાળકોએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. તેમજ આ તકે રાજ્યકક્ષામા તૃતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ ટીમના વિદ્યાર્થીઓને તથા આચાર્ય આર.જે.ઝાલા તથા શિક્ષક બારડ કુંજનબેન ને લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન શા.સ્વા. ભકિતપ્રકાશદાસજી, તથા સ્વામી ધર્મકિશોરદાસજી તેમજ ટ્રસ્ટી વિજયભાઈ પી.શાહ, ચંદ્રકાંતભાઈ દામાણી, નરેશભાઈ એન.ગુંદરણીયા  વિજયભાઈ કોટડીયા   ધર્મેશભાઈ મકાણી  એ શુભેચ્છાઓ પાઠવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.