Abtak Media Google News

વહેલી સવારથી એક સાથે 40 સ્થળો પર સર્ચ ચોપરેશન હાથ ધરાયું : સર્ચની કાર્યવાહીમાં રાજકોટ સહિત અમદાવાદ અને સુરતની ટીમ પણ જોડાઈ

આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત આંખ ફેરા વિભાગની ટીમ દ્વારા સુરતના હીરા વેપારી ઉપર સરચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે . સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરત ખાતે એકસાથે 40 સ્થળો ઉપર આવકવેરા વિભાગનું સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હીરા ઉદ્યોગ ના સ્થાપકની સાથો સાથ તેના સલગ્ન ડાયરેક્ટરો અને ભાગીદારો ઉપર પણ દવાઈ બોલાવવામાં આવી છે.

હીરા ઉદ્યોગમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે અને એટલું જ નહીં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવવાની પણ શક્યતા સેવાય છે. સરચ ઓપરેશનમાં અમદાવાદ અને સુરતની બંને ટીમો જોડાય છે અને પ્રાથમિક તપાસમાં દરેક ડિજિટલ ડેટાને એકત્રિત કરવામાં આવ્યા છે સાતો સાત બેંક લોકરોને પણ સિઝ કરાયા છે. ચેલા અનેક દિવસોમાં આપવેરા વિભાગ દ્વારા જે દવાઈ બોલાવવામાં આવી છે તેનાથી રીયલ એસ્ટેટ ઉદ્યોગની સાતો સાત અન્ય ક્ષેત્રને પણ ઘણી અસર પહોંચી છે અને ડરનો માહોલ જોવા મળ્યો છે. એટલું જ નહીં હીરા ઉદ્યોગ ઉપર આવકવેરા વિભાગની સરચ ઓપરેશન હાથ ધરાતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગકારોમાં ભાઈ વ્યાપી ઉઠ્યો છે કારણકે આ તમામ હીરાના ઉદ્યોગકારો બે નામી વ્યવહારો કરતા હોવાનું સામે આવ્યું છે અને આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની કરચોરી ન થાય તે દિશામાં હાલ વિભાગ દ્વારા કાર્ય હાથ ધરવામાં આવશે અને તેના ભાગરૂપે લોકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદના એડિશનલ આવકવેરા વિભાગના કમિશનર સંતોષ કરનાનીને સીબીઆઇએ ભાગેડુ જાહેર કર્યા

અમદાવાદના એડિશનલ આવકવેરા વિભાગના કમિશનર સંતોષ કરનાનીને સીબીઆઇએ ભાગેડુ જાહેર કર્યા છે. આ પૂર્વે તેઓએ 30 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી જે ફરિયાદ બાદ સીબીઆઇ હરકતમાં આવ્યું હતું પરંતુ અનેકવાર અલટીમેટમ આપ્યા હોવા છતાં અધિકારી સીબીઆઈ કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા અને અંતે તેઓને ભાગેડું જાહેર કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.