Abtak Media Google News

કેશોદ: 88 કેશોદ ધારાસભા મતવિસ્તારમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું જેમાં સવારથી જ ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. કેશોદ ધારાસભાની બેઠક પર મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત આમ આદમી પાર્ટી અને ભાજપના પુર્વ ધારાસભ્ય એ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ચુંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે વધું પ્રમાણમાં મતદાન થવાની સંભાવના વધી રહી હતી તેમજ વહીવટી તંત્ર દ્વારા 82% મતદાન નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

કેશોદ ધારાસભા મતવિસ્તારમાં કુલ 61.83% મતદાન નોંધાયું છે જેમાં કુલ મતદારો 246388 માં થી 152333 મતદારો એ મતદાન 257 જુદાં જુદાં મતદાન મથકો પર થી કર્યું હતું. કેશોદ ધારાસભાની બેઠક પર કુલ પુરુષ મતદારો 127056 માં થી 84703 અને કુલ મહિલા મતદારો 119331 માં થી 67629 મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કેશોદ શહેરી વિસ્તારમાં નગરપાલિકા નાં નવ વોર્ડ ઉપરાંત માંગરોળ તાલુકામાં બે જીલ્લા પંચાયત બેઠક અને કેશોદ તાલુકાની ચાર બેઠકો નો સમાવેશ થાય છે. કેશોદ ધારાસભાની ચૂંટણીમાં બન્ને મુખ્ય રાજકીય પક્ષો નાં ઉમેદવારો મેદાનમાં હતાં ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ભાજપના પુર્વ ધારાસભ્ય એ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેથી ચોતરફી ચુંટણી જંગ ખેલાશે એવાં અનુમાન વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો રોડ શો, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી.

કેશોદ ધારાસભા મતવિસ્તાર સતાધારી પક્ષ ભાજપ નો ગઢ માનવામાં આવે છે અને ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન વચ્ચે પણ ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ વિજેતા બન્યા હતા ત્યારે આ વખતે મતદારો દ્વારા પુનરાવર્તન કરવામાં આવ્યું છે કે પરિવર્તન એ તો આગામી આઠમી ડિસેમ્બર નાં રોજ ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ અત્યારે દરેક ઉમેદવાર જીતનો દાવો કરી રહ્યા છે. કેશોદ પોલીસ સ્ટેશન નાં ડીવાયએસપી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સામાન્ય ઘટનાઓ સીવાય કોઈ ગંભીર ઘટના બની નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.