Abtak Media Google News

ગુજરાતની સંસ્કૃતિને લજવતો સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ : ઉમેદવાર પોતે અજાણ હોવાનું જણાવ્યું

વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને બે દિવસ બાકી છે ત્યાં ઉમેદવારો પ્રચાર- પ્રસારમાં બરાબરના લાગી ગયા છે. ત્યારે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં ઉત્તરપ્રદેશ જેવો માહોલ જોવા મળ્યો છે. બોરસદના દાવોલ ગામનો વીડિયો વાયરલ થયો છે. પ્રચાર દરમિયાન મતો માગવા બાર ડાન્સર બોલાવવામાં આવી હતી.

કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમારે બાર ડાન્સર બોલાવ્યાની વાત જાણવા મળે છે. ડાન્સરને જોઇ યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા.સ્ટેજ પર કોગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. તેવો વીડિયો વાયરલ થયો છે. બોરસદના ઉમેદવારે ગુજરાતની સંસ્કૃતિને લજવી હોય તેવી ઘટના છે  તેમણે ડાન્સર બોલાવી પ્રચાર કર્યો હતો. તેવું વિરોધીઓનું કહેવું છે.

કોઇ બાર ડાન્સર બોલાવામાં આવી નહોતી. હં સ્ટેજ પર હું ગયો ત્યારે કોઇ ડાન્સર નહોતી. વીડિયો આજે જોયો તે આ મુદ્દે કાર્યકર્તાઓ સાથે વાત કરી. મને પોતાને વીડિયો જોઇ ખરાબ લાગ્યું તેમ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમારે કહ્યું.

આણંદના બોરસદમાં કોંગ્રેસના ઉમેદવારે સિસ્બા ગામમાં જાહેરસભા યોજી હતી. જ્યાં તેમણે ભાંગરો વાટ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં 2060માં પેટ્રોલ 46 રૂપિયામાં મળતું હતું. જે હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર પોતાના ભાષણમાં 2006નાં બદલે 2060માં બોલી ગયા હતા. તેમણે સંબોધનમાં 2060માં પેટ્રોલ 46 રૂપિયા મળતું હતું તેવું જણાવતા સભામાં બેઠા લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો બેન્ડવાજા, ડીજે સાથે રેલીઓ યોજીને શક્તિ પ્રદર્શન કરશે. શનિવાર-રવિવારના ભરપૂર લગ્નો છે. જેના કારણે ઉમેદવારો લગ્નસમારોહમાં જઇને પણ પોતાનો પ્રચાર કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.