Abtak Media Google News

ગુજરાત વિધાનસભા 2022નું ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે. આવતી કાલે ચુંટણીનું પરિણામ છે. કાલે જાહેર થઈ જશે કે ગુજરાતની ગાદીનો સરતાજ કોના શિરે જશે. EVMને સ્ટ્રોગ રૂમ ખાતે મૂકવામાં આવ્યા છે અને સાથે જ પોલીસ તેમજ સુરક્ષા દળોના ચુસ્ત પહેરાની વચ્ચે રાખવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એક મેસેજ વાયરલ મળ્યો હતો કે સ્ટ્રોંગ રૂમની અંદર વગર નંબરની ગાડીઓ અને વધુ લોકોની અવરજવર થઈ રહી છે. આ મેસેજ મળતા જ કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પોલિટેકનિક કોલેજ ખાતે દોડી આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ઇવીએમમાં ચેડા થાય તેવી સંભાવનાઓ તેમને લાગી હતી વાઇફાઇ કનેક્ટિવિટી ના કારણે પણ ચેડા થઈ શકે છે સ્ટ્રોંગ રૂમમાં જઈને પણ એવીએમ મશીન સાથે જ ચેડા કરી શકે તેવી માહિતીના આધારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો નાખીને બેઠા છે. જોકે માનવામાં આવે એ ખોટી અફવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને દિવસ રાત ચોકીદારી કરવાનો મોકો આપ્યો છે.

હાજર પોલીસે તેમને જણાવ્યું હતું કે પોલિટેકનિક કોલેજ ખાતે અભ્યાસ કરતા એન્જિનિયરિંગ કોલેજના છોકરાઓ છે અને તેઓ લોકોની અવરજવરના કારણે આવી ખોટી માહિતી વાયરલ થઈ છે ત્યારે તેવી ખોટી માહિતીના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઈવીએમ મશીનના સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો નાખી અને ચોકીદારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે હાજર પોલીસે પણ વિનંતી કરી છે કે આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.