Abtak Media Google News

આ ફેસ્ટીવલ સીઝનમાં જે રીતે કપડા અને સેન્ડલ તમારા માટે ખાસ છે તેજ રીતે તમારા વાળ, નખની સુંદરતા પણ મહત્વની છે. આ ફેસ્ટીવલ સીઝનમાં દરેક યુવતી પોતાન ડ્રેસ પર વધુ ધ્યાન આપતી હોય છે. તેના લીધે તે પોતાના હેર, નેલ્સ અને હાથ પર ધ્યાન ન આપવાથી તે તમારા લુકને બગાડી શકે છે. આથી આજે અમને તમને થોડી ટીપ્સ બતાવીશું જે તમારા સુંદરતા નીખારવામાં મદદ કરશે.

– અઠવાડિયામાં બે વાર વાળમાં તેલથી ટ્રીટમેન્ટ કરો. તેલનો ગરમ કરીને તેને માથામાં મસાજ કરો. ત્યાર બાદ ભીના ટુવાલને વાળમાં બાંધીને રાખો. આમ રેગ્યુલર તેના ઉપયોગથી વાળ સુંદર અને મજબુત બનશે.

– ઇંડાનો સફેદ ભાગ વાળમાં પ્રાકૃતિક કલીનજરનું કામ કરે છે. ઇંડાના આ સફેદ ભાગને વાળમાં શેમ્પુ કરતા પહેલા અડધી કલાક માટે લગાવો ત્યાર બાદ  તેને સ્વચ્છ પાણીથી ધોઇ લો.

– હાથની સુંદરતા વધારવા માટે હાથ અને પગને ગરમ પાણીમાં પલાળી તેને ક્રિમથી મસાજ કરો તેનાથી ત્વચા કોમળ અને મુલાયમ બનશે.

– હાથ અને નખની સુંદરતા વધારવા માટે બદામના તેલમાં મધને સરખા પ્રમાણમાં મીક્સ કરી તેનાથી માલીસ કરો, ૧૫ મીનીટ લગાવ્યા બાદ તેને સાફ પાણીથી ધોઇ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.