Abtak Media Google News

આમીન ખાનની દીપાવલી ગિફટ: સપરિવાર અચૂક જોવા મળી ફિલ્મ

કલાકારો:-ઝાયરા વસિમ, આમીર ખાન, મેહર વીજ, તીર્થ શર્મા, રાજ અરૂણ

પ્રોડયુસર:-આમીર ખાન

ડાયરેકટર:-અદ્વેત ચંદન

મ્યુઝિક:-અમિત ત્રિવેદી

ફિલ્મ ટાઇપ:-ફેમિલી ડ્રામા

ફિલ્મની અવધિ:-ર કલાક ૩૦ મીનીટ

સિનેમા સૌજન્ય:- કોસ્મોપ્લેકસ

રેટિંગ:- પ માંથી સાડા ચાર સ્ટાર

ફિલ્મ વિશે:-આમીર ખાન ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર અમ્મી જાન (મમ્મી) સાથે જોઇ તે કહે છે કે દરેકે આ ફિલ્મ મમ્મી સાથે જોવી ઓઇજે ખાસ કરીને ટિન એજ ગર્લ્સે, ફિલ્મમાં એક મા પોતાની પુત્રીના અરમાનોની પાંખો બને છે તે દર્શાવાયું છે આમીરે બીજેપીના પીઠ નેતા લાલકષ્ણ અડવાણીજી માટે પણ ખાસ શો રાખ્યો હતો.

સ્ટોરી:- સ્કૂલ ગર્લ ઇંસિયા મલિક (ઝાયરા વસિમ) એક ‚ઢિચુસ્ત મુસ્લિમ પરિવારનું ફરજંદ (સભ્ય) છે. ઇસિયા પોતાના મ્યુજિકના શોખને પાળવા પોષવા માગે છે. નામના કમાવવા ચાહે છે. પરંતુ પાંચ વખતના પાકકા નમાઝી પિતા કડક પ્રતિબંધ મૂકી દે છે. બાદમાં અમ્મી જાનની મદદથી ઇંસિયા બને છે. સિક્રેટ સુપરસ્ટાર

એકિટંગ:- આમીર ખાન મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે પ્રખ્યાત છે. એટલે કેમેરા પાછળ રહીને પણ તેણે કલાકારો પાસે કામ લીધું છે.  ઓફિસીયલ ફિલ્મ ડાયરેકટર અદ્વૈત ચંદન છે પરંતુ આમીર જ કેપ્ટન ઓફ ધ શિપ છે. ફિલ્મ દંગલમાં હરિયાણાના પહેલવાન અને ચાર પુત્રીના પિતાની ભૂમિકા ભજવ્યા બાદ આમીરે હલ્કી ફુલ્કી ભુમિકા ભજવી છે. મ્યુઝિક કમ્પોઝર શકિતકુમારની ભૂમિકામાં આમીરે એઝ ઓલવેયઝ રંગ રાખ્યો છે. તેણે કોમેડીયનનું કામ કર્યુ છે. દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડયું છે. આ સિવાય ફિલ્મમાં બીડ રોડ કરનારી ઝાયરા વસીમે દંગલ બાદ ફરી એકવાર આમીર ખાનની ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મમાં પણ ઝાયરાનું કામ દાદ દેવાને પાત્ર છે. ખાસ કરીને મા સાથેના સંવેદનશીલ દ્રશ્યોમાં ઝાયરા દર્શકોની પાંપણો ભીંજવી જાય છે. બાકીની સ્પોટીંગ કાસ્ટ મેહર વીજ તીર્થ શર્મા, રાજ અ‚ણ વિગેરેનું કામ પણ નોંધનીય છે.

ડાયરેકટર:-સિક્રેટ સુપરસ્ટારના ડાયરેકટર આમીર ખાન સાથે અગાઉ કામ કરી ચુકયા છે તેથી પ્રોડયુસર તરીકે આમીરને શું જોઇએ છે તે તેઓ ભલી ભાંણી જાણે છે. તેમણે એક સ્ક્રિપ્ટ સાથે સંપૂર્ણપણે ન્યાય કયો છે. તેમણે એક સામાન્ય સ્ટોરીને લઇને સપરિવાર જોઇ શકાય  તેવી સુંદર ફિલ્મ બનાવી છે. ર કલાકને ૩૦ મીનીટની ફિલ્મમાં દર્શકોને કયાંય કંટાળો આવતો નથી. તે ફિલ્મના ડાયરેકટરની સફળતા છે.

મ્યુઝિક:-સિક્રેટ સુપર સ્ટારમાં મ્યુઝિક અમિત ત્રિવેદીનું છે. ફિલ્મના બે ગીતો મેરી પ્યારી અમ્મી અને કોઇ તો બતા દે ને જિંગલ સિંગર મેધના મિશ્રાએ કંઠ આપ્યો છે. આ બંને ગીતો લોકપ્રિય થયા છે. બાકીના ત્રણ ગીતો ઠીક છે. છતાં સ્ટોરીને અનુરુપ છે.

ઓવરઓલ:-ફિલ્મ સિક્રૅેટ સુપર સ્ટાર આમીર ખાન તરફથી દર્શકોને દીપાવલી ગિફટ છે. આ ફિલ્મ સહપરિવાર સાથે જોઇ શકાય તેવી સાફ સુથરી અને મનોરંજન ફિલ્મ છે. તેમાં ડ્રામા કોમેડી ઇમોશનલ, મ્યુઝીક બધું જ છે. આ ફિલ્મ સિનેમાઘરમાં  જઇને અચુક જોવા જેવી છે. શુક્રવારના બદલે આજે ગુરુવારે રીલીઝ થઇ ગઇ છે. એફ.આઇ.આર. ના વાંચકોને અબતબ તરફથી હેપ્પી દીવાલી…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.