Abtak Media Google News

જિલ્લા ચૂંટણી અધિકારી અને હિસાબી અધિકારીઓએ ઉમેદવારોના ખર્ચનું મેળવણું અને સમીક્ષા કરી

તાજેતરમાં યોજાયેલી વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અન્વયે ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચના મેળવણાં અંગેની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ મિટિંગમાં દરેક ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ અને તેમના પક્ષના પ્રતિનિધિઓ સાથે ખર્ચ નિરીક્ષક તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને હિસાબી અધિકારીઓએ ખર્ચનું મેળવણું અને સમીક્ષા કરી હતી.

1672732420032

મિટિંગના આરંભે ખર્ચના નોડલ ઓફિસર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  અરુણ મહેશ બાબુએ રાજકોટ વિધાનસભાની આડ બેઠકોના રીટર્નીંગ ઓફિસર્સ અને ચૂંટણીમાં ભાગ લીધેલ ઉમેદવારોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને આચાર સંહિતા સમયગાળા દરમ્યાન મળેલ સહકાર બદલ અભિનંદન આપ્યા હતા અને તમામને શુભેચ્છા પાઠવી હતી તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરે પ્રાથમિક સૂચનાઓ આપી હતી. દરેક ઓબ્ઝર્વરએ તેમના સંબંધિત મતવિસ્તારોના ઉમેદવારો, એજન્ટો, આર. ઓ.  અને હિસાબી અધિકારીઓ સાથે અલાયદી મિટિંગ યોજી ખર્ચનું મેળવણું અને વિસ્તૃત સમીક્ષા કરી હતી.

1672732420049

રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા વિસ્તારના ખર્ચ નિરીક્ષક સર્વે એસ. જનાર્દન, એસ. બાલાકૃષ્ણન, શૈલેન સમદર, અમિત સોની તેમજ  રીટર્નીંગ ઓફિસર્સ સર્વ સૂરજ સુથાર, સંદીપકુમાર વર્મા, કે.જી. ચૌધરી, વિવેક ટાંક,  રાજેશ આલ, કે.વી. બાટી,  નિમેષ પટેલ જે.એન. લીખિયા તેમજ સંબંધિત અધિકારીઓ, ચૂંટણીમાં  ભાગ લેનાર ઉમેદવારો, એજન્ટો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.