Abtak Media Google News

વિધાનસભા ઉપનેતા તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવાની પસંદગી

કૉંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ વિધાનસભાના નેતા- ઉપનેતાના નામની  જાહેરાત કરી છે. પક્ષના નેતા તરીકે ચૈતર વસાવા તો ઉપનેતા તરીકે હેમંત ખવાની નિમણૂંક કરાઇ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ને ધારાસભ્ય પક્ષના નેતા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવાને નાયબ નેતા તરીકે પસંદ કર્યાં છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કરીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં સફળતા મેળવી લીધી છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીની જીત થઈ હતી. બોટાદમાં ઉમેશ મકવાણાની જીત થઈ હતી. જામજોધપુર બેઠક પર હેમંત ખવાની જીત થઈ હતી. ડેડિયાપાડા બેઠક પર ચૈતર વસાવાની જીત થઈ હતી. ગારીયાધાર બેઠક પરથી સુધિર વાધાણીની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૩ ટકા જેટલો વોટ શેર મેળવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ ૪૧ લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. આ ઉપરાંત ૪૦ જેટલી વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી મત મેળવવામાં બીજા ક્રમે રહી હતી.

ઉલ્લેખનિય છે કે, ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં આપ પાસે માત્ર ૫ ધારાસભ્યો છે, જ્યારે ભાજપ પાસે ૧૫૬ અને કોંગ્રેસ પાસે ૧૭ ધારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાસે વિપક્ષના નેતાની લાયકાતમાં એક બેઠક ઓછી છે, આના માટે ૧૦ ટકા બેઠકોની જરૂર હોય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.