Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાં કેન્દ્ર ફાળવી દેવાયા છે અને પરીક્ષા માટે ઓબ્ઝર્વર પણ મોકલવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજી સેમેસ્ટર-6 અને પીજીના સેમેસ્ટર-4 સહિતના જુદા જુદા 43 કોર્સની આગામી 5 એપ્રિલથી પરીક્ષા લેવાનાર છે. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 49,157 વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાં કેન્દ્ર ફાળવી દેવાયા છે અને પરીક્ષા માટે ઓબ્ઝર્વર પણ મોકલવામાં આવનાર છે.

Advertisement

પરંતુ યુનિવર્સિટીની પરીક્ષામાં સૌથી મોટી મુશ્કેલી પેપર ઓનલાઈન અને પરીક્ષાના એક કલાક પહેલાં પહોંચાડવાના છે. હજુ પણ યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષામાં પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવશે.

5 એપ્રિલથી જે પરીક્ષા શરૂ થવાની છે તેમાં સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-6 રેગ્યુલરના 16,293 વિદ્યાર્થી, બીએ સેમેસ્ટર-6 રેગ્યુલરના 10,901, બીએસસી સેમેસ્ટર-6ના 3011, બીસીએ સેમેસ્ટર-6ના 2981, બીબીએ સેમેસ્ટર-6ના 2478, એલએલબી સેમેસ્ટર-6ના 1637, એમ.કોમ સેમેસ્ટર-4ના એક્સટર્નલના 2163 અને રેગ્યુલરના 1143, એમએ ઓલ સેમેસ્ટર-4ના 1738, બીએ સેમેસ્ટર-6 એક્સટર્નલના 2805 વિદ્યાથીઓ પરીક્ષા આપવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.