Abtak Media Google News

બેઠક ક્ષમતા 160થી વધીને 648 થઇ

 

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવાનું કાર્ય અવિરત જારી છે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિક વચ્ચે મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવને સુનિશ્ચિત કરવા ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગુરુવારે એરપોર્ટ પર હાલની ક્ષમતા કરતાં બમણી કરતાં બમણી ક્ષમતા ધરાવતા ડોમેસ્ટિક ટર્મિનલ પર નવો સિક્યોરિટી હોલ્ડ એરિયા ખુલ્લો મુકવામાં આવ્યો છે.એરપોર્ટ પર 19 ફેબ્રુઆરીએ 37960 થી વધુ મુસાફરોના આવાગમન સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. એરપોર્ટ પર છેલ્લા બે વર્ષથી ક્ષમતા વધારવા માટે કેટલીય સેવાઓ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં બે નવા બસ બોર્ડિંગ ગેટ કાર્યરત થયા છે અને નવા એસએચએ સાથે કનેક્ટેડ છે. વળી 1400 જેટલા એસક્યૂએમ સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ઝડપી પેસેન્જર વેરિફિકેશન માટે ચાર ઈ-ગેટ છે, વધારાના એક્સ-રે મશીનો સાથે સિક્યોરીટી ચેક માટે મોટો વિસ્તાર અને મેટલ ડિટેક્ટર દરવાજા છે.તાજેતરમાં એસવીપીઆઇ એરપોર્ટે છ લેન નવા આગમન પિક-અપ વિસ્તારને કાર્યરત કર્યો છે. એટલું જ નહીં, પીકઅપ ડ્રોપ વિસ્તાર હવે ટર્મિનલના નવા વોકવે સાથે જોડાયેલો છે.

બંને ટર્મિનલ પર ઘણા નવા પેસેન્જર વિસ્તારો વધારવામાં આવ્યા છે.અગ્રેસર ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત, રાષ્ટ્રીય વિકાસમાં અગ્રેસર છે. વળી અમદાવાદ સ્ટ્રેટર્જીક લોકેશન તેમજ છેલ્લા બે દાયકાઓથી ઝડપી અને સમાવેશી વિકાસનાં કારણે કેન્દ્ર સ્થાને છે.અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રસ્તાવિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટેનો પ્રયાસ એક વ્યવહારૂં અને સ્થાયી બિઝનેસ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. જેમાં બ્રાન્ડના ધ્યેય વાક્ય સાથે એરપોર્ટના કેચમેન્ટ એરિયાને વધારવો, અંદાજિત ટ્રાફિક અનુસાર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું, સલામત અને કાર્યક્ષમ એરપોર્ટ ઓપરેશન્સ સુનિશ્ચિત કરવા વગેરે સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.