Abtak Media Google News

Gobar Stage Decoration 2 મોટો માંડવડો રોપવો રાજ…

ભુજ: સુખપુર ગામે ગૌસેવા-ગૌપ્રેમનું ઉદાહરણ રચતી કચ્છની દિકરી

આપણાં સમાજની કહેવતો કયારેક કયારેક સાચી ઠરતી હોય છે, આપણે નાનપણ થી એ કહેવત સાંભળતા આવ્યાં છીએ કે ” દિકરી ને ગાય દોરે ત્યાં જાય ” દિકરી નો ગાય પ્રત્યેના પ્રેમ નો અનોખો કિસ્સો ભુજ તાલુકા ના સુખપર ગામે જોવા મળ્યો. ભાગ્યે જ ક્યારે કયારે બનતું હોય છે કે, જે દિકરી લાડી બનવાની હોય એ પોતાના લગ્ન માટે ગોબર થી પોતાની ” માં ” અને બહેનપણીઓ સાથે ગોબરમાં હાથ રગદોડીને લગ્ન નો માંડવો શણગારતી હોય, સુખપરના ખેડુત રવજીભાઈ મેપાણી પરીવાર લાડકી દીકરી કુ. નિશા એ જ્યારે પોતાના લગ્ન ની કંકોત્રી ગોબર થી બનાવી ત્યારે સમજાય કે એ શોખ નો વિષય હોઈ શકે, અત્રે ગૌ માતા સાથે ના અનેરા પ્રેમનો ઉલ્લેખ કરવો એટલે જરુરી બને છે કે, સામાન્ય રીતે પ્રિવેડીંગ નું શુટિંગ અને ફોટોગ્રાફી મોટા મોટા લોકેશનો , મોર્ડન હોટલો તેમજ હિલ સ્ટેશનો પર થતાં હોય છે, ત્યારે એવા મોર્ડન યુગ મા લાડકડી લાડી ” નિશા ” , માતા સવિતાબેન, નાનપણ ની સખીઓ અને પરિવારજનો સાથે ગાયના ગોબરથી પોતાના જ લગ્ન નો ગોબરમય માંડવો તૈયાર કરતી નજરે પડે છે.

ગઈકાલે રવિવાર ના રોજ ધાર્મિક પરંપરા મુજબ લીલાં તોરણે માંડવો રોપાયો હતો અને આજરોજે સદાય ગાય માટે આદર અને સ્નેહભાવ ધરાવતી દિકરી ” નિશા ” પોતાના હાથે ગોબર થી શણગારેલ આ લગ્ન મંડપે પવિત્ર મંગળ ફેરા ફરી ને દાંપત્યજીવનનો શુભ પ્રારંભ કરશે.તાજેતર માં જ પૂર્ણ થયેલ ભુજ શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગાયના વિષયને લઈને જે પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બનેલ આ ગૌ- મહિમા પ્રદર્શન માં એક લાખ ફુટ કંતાન પર ગોબરના લીપણ અને વિવિધ તોરણના શણગાર માં મહત્વની ભુમિકામાં રહેલ કુ. નિશા અને તેમની બહેનપણીઓ સાથે મળીને આજપણ ભારતીય સંસ્કૃતિ સાથે ગૌ – પ્રેમ ને જીવંત રાખી રહી છે. આ અંગે પુરક માહિતી આપતાં રામજી વેલાણીએ જણાવ્યું હતું કે, આજરોજ

સુખપર ગામે મેપાણી પરીવાર ને ત્યાં લગ્ન માં ગૌ – માતા સાથે નો પ્રેમ અને ગોબર ની વિશેષ ઉપયોગીત્તાઓનું લોકપ્રેરક ઉદાહરણ જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.