Abtak Media Google News

અમરેલીના લાઠી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી

રજૂઆત કરવા છતાં કામ કરવામાં ઠગા ઠૈયા, ત્યાંથી પસાર થતા લોકોના જીવ જોખમમાં

 

અમરેલી જિલ્લાના લાઠીમાં મુખ્ય માર્ગ ઉપર આવેલી 1978માં બનેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં લટકી રહી છે લોકો ત્યાંથી ડરના સહારે પસાર થાય છે અવાર નવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી ત્યારે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યાંથી નીકળતા અનેક લોકોને ઉપરથી ખરતા પોપડા ઈજાગ્રસ્ત કરી ચુક્યા છે છત્તા પણ નીમમભર તંત્ર દ્વારા કોઈજ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવેલ નથી ફોન ઉપર વાત કરતા નગરપાલિકા ચીફે જણાવ્યું હતું કે મબિં મંજૂરી માટે ગાંધીનગર મોકલેલ છે જે આવતાં જ કામ શરૂ થઈ જાશે જોકે ટાંકીનું ખાત મુર્હૂત પણ ધારાસભ્ય જનકભાઈ તળાવિયા હસ્તક થઈ ચૂક્યું છે પરંતુ આ જર્જરિત ટાકી ક્યારે પાડવામાં આવશે તે સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.