Abtak Media Google News

ખાવું, પિવું, રહેવુ, હેલ્થ ઇન્શ્યોરન્સ, વિઝા, ટિકીટ, મોભો અને વર્ષે 25 લાખ રૂપિયાથી વધારેનો પગાર..! આ ઓફર છે એક શિક્ષક માટે યુનાઇટેડ કિંગડમમાં નોકરી કરવા માટે જવાની..! આપણે ત્યાં શિક્ષક એ નવી પેઢીના ઘડતરનો આધારસ્થંભ ગણાય છે. આ સાથે દેશના વિકાસ, સંસ્કૄતિનું સિંચન, વિનય, ભાષા ઉપરનો કાબુ, સ્વાસ્થ્ય પ્રત્યેની સમજણ વેગેરે..વગેરે.. નુ જ્ઞાન એક શિક્ષક જ બાળકમાં રેડતા હોવાની ભારતમાં માન્યતા છૈ. કદાચ એટલે જ  આપણા સમાજમાં સદીઓથી શિક્ષકને માતા-પિતાનું સ્થાન આપવામાં આવે છે. જો કે સામાન્ય રીતે ભારતમાં શિક્ષક એટલે સિધ્ધાંતવાદી, પૂજનીય, લક્ષ્મી નહી પણ સરસ્વતીના આસામી અને એક મધ્યમ વર્ગીય ભારતીય એવી છાપ હોય છે.

વધારે કમાવુ અને વધુ સુવિધાઓ ભોગવવી એ માનવજાતનું સપનું અને અધિકાર માનવામાં આવે છે. પરંતુ ભારતમાં શિક્ષક આ માન્યતામાં અપવાદ માનવામાં આવતા હતા. અને તેમનું કામ તેમની સમૄધ્ધિ નહી પણ તેમના જ્ઞાન અને તેમણે સમાજને આપેલા હોંશિયાર વિદ્યાર્થીઓથી વખણાતું હતું. જો કે હવે બદલાતા સમયની સાથે ઘણું બધું બદલાતું છે. હવે શિક્ષણ એક પ્રોફેશન છે, જ્ઞાન વેચીને નાણા કમાવાનું સાધન છે. આ બદલાતા યુગમાં જો  કોઇ શિક્ષક ને વિદેશમાં નોકરીની તક અને ઉચ્ચ પગાર ઓફર કરવામાં આવે તો શું થાય?

ઉપરોક્ત જણાવેલી ઓફર યુકે તરફથી ભારતીય શિક્ષકોને થઇ રહી છે. કારણકે યુકેમાં શિક્ષકોની ભારે ખેંચ છે. તેથી બારત કે નાઇજીરિયા જેવા દેશોમાંથી શિક્ષકોને ગણિત, વિજ્ઞાન કે વિવધિ ભાષાઓનાં શિક્ષણ માટે યુકે બોલાવવાની યોજના બનાવવામાં આવી છે.  યુકેના મિડીયામાં આજકાલ ભારતીય શિક્ષકોની ભરતી માટેનાં મોટા મથાળાં સાથેનાં સમાચારો છપાય છે.  યુકેની સરકારે ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ્સ (IRP) સ્કીમ હેઠળ વિદેશોમાંથી મોટાપાયે શિક્ષકોને બોલાવી સ્થાનિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવાનું શરૂ કર્યુ છે.

ઇન્ગ્લેન્ડનાં નેશનલ ઓશોસિએશન ઓફ હેડ ટિચર્સનાં જનરલ સેક્રેટરી પૌલ વ્હાઇટમેને સ્થાનિક અખબારોમાં ઇન્ટરવ્યુ આપીને જણાવ્યું હતું કે વિદેશોમાંથી શિક્ષકોને લાવવા તે તાકિદની જરૂરિયાતને પુરી કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. માર્ચ-23 માં ઇન્ગ્લેન્ડની સરકારે આ પ્રયોગનો અમલ કરીને આશરે 400 શિક્ષકોની આયાત કરવાનું અભિયાન આદર્યુ છે. યુકેની સરકારનાં શિક્ષણ વિભાગનાં અધિકારીઓ કબુલે છે કે પોતાના દેશનાં દરેક બાળકને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે તે માટેના ઉમદા પ્રયાસો કરવામાં આવશે.

ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ્સ (IRP) સ્કીમ એક પ્રયોગનાં ભાગરૂપે વર્ષ 2023-24 નાં શેક્ષણિક વર્ષમાં  શરૂ કરવામાં આવી છે. જેમાં ભારત ઉપરાંત, ઘાના, સિંગાપોર, જમૈકા, નાઇજીરિયા, દક્ષિણ આફ્રિકા, તથા ઝિમ્બાબ્વે જેવા દેશોના શિક્ષકોને યુકેમાં આવવાની ઓફર આપવામાં આવશે. આ શિક્ષકો પાસે જે તે દેશની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ટિચર-ટ્રેનિંગની ડિગ્રી ઉપરાંત ઓછામાં ઓછો એક વર્ષનો શૈક્ષણિક અનુભવ તથા બ્રિટીશ ભાષાનું ઉપસ્નાતક સ્તરનું અંગ્રેજી બોલતા આવડવું જરૂરી છે. આવા શિક્ષકોને જો બ્રિટનમાં નોકરીની ઓફર હશે તો તુરત જ વિઝા ટુ વર્ક આપવામાં આવશે. સામાન્ય રીતે આવા શિક્ષકોને વાર્ષિક 27 લાખ રૂપિયાથી વધારે પગાર ઓફર થશે.

હાલમાં ગણિત, વિજ્ઞાન અને ભાષાનાં શિક્ષકોની ભરતી કરાશે ત્યારબાદ આ પ્રયોગની સફળતાનાં આધારે અન્ય વિષયો માટે પણ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

વૈશ્વિક મંચ ઉપર ભારતીય સંસ્કૄતિ, ભારતની શિક્ષણ પ્રણાલિ તથા યુવા પેઢીનાં સંસ્કારો, સમાજ પ્રત્યેની જવાબદારી, દેશપ્રેમ તથા કુટુંબ ભાવનાને સમર્થન મળ્યું છૈ. આ તમામ ગુણો બાળકમાં માતા-પિતા અને શિક્ષક જ રેડી સકતા હોય છે.

કદાચ આજ કારણ છે ભારતીય શિક્ષકોને આજે સમાજમાં ટોચનું સ્થાન મળી રહ્યું છે. હવે જો યુકે ભારતીય શિક્ષકોના શિક્ષણ દ્વારા અંગ્રેજોની નવી પેઢીનું સફળ સિંચન કરી શકે તો વિશ્વનાં અન્ય દેશોમાં પણ ભારતીય શિક્ષકોની માગ વધશૈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.