Abtak Media Google News

જાહેરમાં કચરો ફેંકવા અને પ્લાસ્ટીક વાપરવા સબબ સાત આસામીઓ દંડાયા

આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના એસ્ટ્રોન ચોકથી મહાકાળી રોડ સુધીના વિસ્તારમાં ચેકીંગ દરમિયાન કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા માત્ર 100 ગ્રામ પ્લાસ્ટીકનો જથ્થો અને 150 નંગ પ્લાસ્ટીકના ગ્લાસ પકડી શકી હતી. જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી કરવા સબબ ત્રણ આસામીઓ પાસેથી રૂ.750, ડસ્ટબીન ન રાખવા સબબ બે આસામીઓ પાસેથી રૂ.500, પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા બદલ બે આસામી પાસેથી રૂ.750નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Advertisement

દબાણ હટાવ શાાખએ જંક્શન મેઇન રોડ કરેલી કામગીરીને વન વીક, વન રોડ ઝુંબેશમાં ખપાવી દીધી હતી. જંક્શન મેઇન રોડ પરથી 45 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે એક રેંકડી કબ્જે કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.