Abtak Media Google News

જામનગર સમાચાર

જોડીયા તાલુકાના હડીયાણા ગામે હાલ પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પેવર બ્લોકના કામમાં ખુલ્લે આમ ભષ્ટ્રાચાર થતો હોવાનું સામે આવ્યું છે. ગામના સ્થાનિક પ્રવીણ કાનાણીએ મુખ્ય મંત્રીને પત્ર લખી જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યું છે કે. હડિયાણા ગામમાં બીજા કામો થતા નથી કેમ કે બિજા કામોમા ભષ્ટાચાર ઓછો થાય માટે જ પેવર બ્લોક કામો થાય છે આ પેવર બ્લોક ના કામોમા રેતી ખરાબ અને મેલી તથા મોટા પાણાવાળી વાપરે છે.Whatsapp Image 2024 01 10 At 10.02.39 9D1525Ea

Advertisement

સિમેન્ટ ઓછો નાખે છે તેમજ 43 ગ્રેડની વાપરે છે. અમુક કામોમા ખોદાણ પણ કરેલ નથી જ્યારે કામ ચાલુ હોય ત્યારે તાલુકા ના એંજિનીયર કામ ઉપર હોય છ્તા કામોમા મેલી ખરાબ મોટા પાણાવાળી વાપરે છે. આ નબળુ મટીરિયલ તાલુકાના એંન્જીનીયર ની મિઠી નજર હેઠળ ચાલી રહ્યું છે. હડીયાણા ના પેવર બ્લોક ના કામો મા જ્યાં સુધી યોગ્ય તપાસના થાય ત્યાં સુધી એક્પણ રુપિયાનુ પેમેંન્ટ ન કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. જોકે આ રજૂઆતને ધ્યાને રાખી તાલુકાના એંન્જીનીયર સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારી પણ ભૂંડું મોન ધારણ કરી બેઠા હોવાનું સામે આવ્યું છે.Whatsapp Image 2024 01 10 At 10.02.39 31Cb479F

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ જોડીયા તાલુકા પંચાયતના એક સભ્ય દ્વારા આ કામ રાખવામાં આવ્યું છે. ત્યારે ચુંટાયેલા સભ્યો અને અધિકારીઓ હળીમળીને મસ્ત મોટો ભષ્ટ્રાચાર આચરી રહ્યા છે. ત્યારે ગ્રામજનો પણ પવાર બ્લોકના કામની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.