Abtak Media Google News

મોરબીના સિનેમા માલિકોએ સ્વેચ્છાએ નિર્ણય લીધો છે કે – તેઓ ફિલ્મ ‘પહ્માવત’ રીલીઝ નહીં કરે અહીં ત્રણ સિનેમાઘરો ચિત્રકુટ, વિજય ને સુપર છે. રાજકોટ મોરબીમાં અનુકરણ કરશે?

સંજયલીલા ભણશાળીની પદ્માવત ફિલ્મની રિલીઝ પર ગુજરાત સરકારે પ્રતિબંધ મુક્યો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ ફિલ્મ રીલીઝ કરવાની મંજુરી આપી દીધી છે. જેનો કરણીસેના દ્વારા ઠેર-ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.  ત્યારે મોરબીમાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા અંગે કરણીસેના અને મોરબીના સિનેમાધરોના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી જેમાં મોરબીની વિજય સિનેમા, સુપર ટોકીઝ અને ચિત્રકૂટ ટોકીઝના સંચાલકો સાથે કરણીસેનાએ બેઠક કરી હતી આ બેઠકમાં પદ્માવત ફિલ્મ સમાજની લાગણી દુભાઈ તેમ હોય જેથી મોરબીમાં પદ્માવત ફિલ્મ રજુ ન કરવા અપીલ કરવામાં આવી હતી.

આ બેઠક મામલે કરણી સેના ના અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે મોરબી સિનેમાધરોના સંચાલકોએ કરણીસેના સાથે કરેલ બેઠક સફળ રહી હતી અને સિનેમા સંચાલકોએ તેમની માંગણીને સહકાર આપી ફિલ્મ રીલીઝ ન કરવા માટે ખાત્રી આપી હોવાનું જણાવ્યું હતું. આમ મોરબીમાં હવે સુપ્રીમ કોર્ટની મંજૂરી હોવા છતાં પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.