Abtak Media Google News

સ્કુલની સર્વોપરીતા સાબિત કરતા ધોરણ-૧૦ના વિઘાર્થીઓ: બોર્ડમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત કરતી ભીમજીયાણી ઇપ્શા

આજ પ્રસિઘ્ધ થયેલા ધોરણ ૧૦ ના રીઝલ્ટના ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ છવાઇ ગયા છે.ઇગ્લીશ મીડીયમમાં ધોરણ ૧૧-૧૨ સાયન્સ માટે શ્રેષ્ઠ રીઝલ્ટ આપતી શાળાઓમાં સમગ્ર રાજયમાં પ્રખ્યાત એવી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સના વિઘાર્થીઓ ધોરણ ૧૦ ના પરિણામનો વિજયરથ આગળ ધપાવેલ છે.

સ્કુલની વિઘાર્થીની ભીમજિયાણી ઇપ્શાએ એ ૯૯.૯૫ પીઆર મેળવી સ્કુલમાં પ્રથમ તેમજ સમગ્ર બોર્ડમાં પાંચમું સ્થાન મેળવેલ છે. તેમજ કાનાણી દશ ૯૯.૯૧ પીઆર સાથે બોર્ડમાં નવમું સ્થાન મેળવેલ, કાનાણી દિપા ૯૯.૮૯ પીઆર પીઆર, દવે નંદિની ૯૯.૮૦ પીઆર. સાંગાણી આર્શ ૯૯.૭૬ પીઆર. મેહતા દેવાંશું ૯૯.૫૯ પીઆર અને બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલછે.

આ ઉપરાંત સ્કુલના કુલ ૯૬ વિઘાર્થીઓમાંથી ૧૦ વિઘાર્થીઓએ ૯૯ પીઆર કરતાં વધારે પીઆર મેળવેલ છે. ૯૮ પીઆર કરતાં વધારે ૧૯ વિઘાર્થીઓ, ૯૫ પીઆર કરતા વધારે ૩૬ વિઘાર્થીઓ, ૯૦ પીઆર કરતાં વધારે ૫૬ વિઘાર્થીઓ અને ૮૦ પીઆર કરતાં વધારે ૮૦ વિઘાર્થીઓએ અને ૭૦ પીઆર કરતાં વધારે ૯૧ વિઘાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બોર્ડમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એસલન્સની સર્વોપરીતા સ્થાપિત કરી છે.

13 6આ વર્ષે જાહેર કરવામાં આવેલ જીઇઇ ના અત્યંત કડક પરિણામોની સાપેક્ષે શાળાના કુલ ૨૮ વિઘાર્થીઓએ જીઇઇ એડાવન્સ સ્તરની પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાત મેળવવાની સિઘ્ધિ હાંસલ કરી સમગ્ર રાજકોટમાં ઉત્કર્ષ સ્કુલનું ગૌરવ વધારેલ છે.

તા. ૩૦ એપ્રિલ ના રોજ પ્રસિઘ્ધ થયેલ જીઇઇ માર્ચ-૨૦૧૮ ના રિઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓએ ઝળહળતા દેખાવ કરી અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં છવાઇ ગયા હતા. વર્ષ ૨૦૧૩ માં કટ-ઓફ માર્કસ ૧૧૩, વર્ષ ૨૦૧૪ માં કટ-આઉટ  ૧૧પ, વર્ષ ૨૦૧૫ માં કટ-ઓફ માર્કસ ૧૦૫, વર્ષ ૨૦૧૬ માં કટ-ઓફ માર્કસ ૧૦૦, વર્ષ ૨૦૧૭ માંં કટ-આઉટ માર્કસ ૮૧ અને આ વખતે હજીપણ કટ-ઓફ માર્કસ ૭૪ જેટલો નીચે જતા સમગ્ર ગુજરાતનું ખુબજ નબળું પરિણામ આવેલ છે. આવા નબળા પરિણામમાં પણ ઉત્કષના ર૭ જેટલા વિઘાર્થીઓ ઝળકયા છે. સમગ્ર દેશમાંથી ૧૧ લાખ વિઘાર્થીઓ આ પરીક્ષામાં બેઠેલ હતા. જયારે તેમાંથી આશરે ૯ લાખ વિઘાર્થીઓ આ પરીક્ષા પસાર કરી શકેશ નથી. તેની સરખામણીમાં ઉત્કર્ષ સ્કુલના ૬૨ ટકા જેટલા વિઘાર્થીઓ આઇ.આઇ.ટી. એવાન્સ્ડ માટે કવોલીફાઇડ થયેલ છે. જે ઉત્કર્ષ સ્કુલને અંગ્રેજી માઘ્યમની સમગ્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર-કચ્છ નહી પરંતુ સમગ્ર ગુજરાતની પ્રથમ ક્રમાંકીત સ્કુલ તરીકે પ્રસ્થાપિત કરે છે.

સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રે શિક્ષણ હબ તરીકે પ્રસ્થાપિત થયેલ રાજકોટ શહેર મઘ્યે સતત ઘણા વર્ષોથી પોતાના ઉત્કૃષ્ઠ પરિણામોની હારમાળા થકી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સે સાયન્સ શિક્ષણ ક્ષેત્રે પોતાનું સ્થાન વિશેષ રીતે સુનિશ્ચિત કરેલ છે. સઘન શિક્ષણ અને પરિણામજનક શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવતી શાળા તરીકે સમગ્ર શહેર ખાતે ખ્યાતી પ્રાપ્ત ઉત્કર્ષ સ્કુલે શહેરના શિક્ષણક્ષેત્રે દરેક વર્ષે ઉર્ઘ્વ શૈક્ષણિક પ્રગતિની હરળફાળ ભરેલ છે. તેમજ ગુજરાત રાજય સ્તરે આ શૈક્ષણિક સિઘ્ધીઓ બદલ પ્રતિષ્ઠાજનક સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેના પરિણામે આસપાસના વિસ્તારો તેમજ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાંથી આવતા વિઘાર્થીઓ પણ ગુજરાતરાજય સ્તરે ઉત્કર્ષ સ્કૂલને પોતાની શૈક્ષણિક કારકિર્દીને વિશીષ્ટ સ્તરે લઇ જનાર સ્કુલ તરીકે પ્રથમ પસંદ કરે છે.

ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ એન્જીનીયરીૅગ અને મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. રાજકોટની પીડીયુ. અમદાવાદની બીજેએમ, તેમજ એન્જીનીયરીગ માં આઇ.આઇ.ટી, વીઆઇટી, એસઆરએમ, ડીએઆઇઆઇ સીટી, પીડીપીકયુ, એનઆઇઆરએમએ તેમજ અન્ય અનેક ખ્યાતનામ કોલેજોમાં ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થીઓ પ્રવેશ સુનિશ્ચિત કરતા આવ્યા છે.

ઉત્કર્ષ સ્કુલના વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટરેટ અને એમ. ટેસ્ટ લેવલ ધરાવે છે. જેઓ આશરે રપ વર્ષથી પણ વધારે પોતાના વિષયોના શિક્ષણકાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. ઉત્કષ સ્કુલ પ્રત્યે વિઘાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્વાસને જાળવી રાખવા સુદઢ શૈક્ષણિક આયોજન થકી ગુજરાત બોર્ડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે એનઇઇટી અને જીઇઇ માટેનું શ્રેષ્ઠ અને પરિણામજનક શિક્ષણ આપવા માટે પ્રતિબઘ્ધ છે.

અંગ્રેજી માઘ્યમ ક્ષેત્રે ઉત્કર્ષ શિક્ષણ આપવા માટેની એક વિશેષ વ્યવસ્થાના ભાગરુપે શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ થી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સ ખાતે ધોરણ ૧ થી ૮ માટેના વિભાગનું આયોજન કરવામાં આવેલ છે. જેથી કરી ઉચ્ચ અભ્યાસના સ્તરે શાનદાર શૈક્ષણિક સફળતા સુનિશ્ચિત કરવા પાયાના સ્તરથી જ સુદઢ અને સઘન શિક્ષણ વ્યવસ્થા સમગ્ર શહેરના વિઘાર્થીઓ માટે ઉપલબ્ધ બની રહે.

આજના આ શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધા જ વિઘાર્થીઓને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ શિક્ષણગણે ખુબ ખુબ અભિનંદન પાઠવવા સાથે ભવિષ્યની ઉચ્ચ અને સફળ વ્યવસાયિક કારકીર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ છે.

સફળતાના શિખરો સર કરતો ઉત્કર્ષ સ્કુલનો ધો.૧૦ નો વિઘાર્થી પટેલ જીલ

Patel Jeel
Patel Jeel

આજરોટ પ્રસિઘ્ધ થયેલા ધોરણ ૧૦ ના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલનો જીલ પટેલે ૯૯.૧૩ પીઆર સાથે ૬૦૦ માંથી ૫૪૦ માર્કસ સાથે ૯૦ ટકા મેળવીને પરિવાર તેમજ સ્કુલને ગૌરવ અપાવ્યું છે.

જીલના પિતા રાજેષકુમાર પટેલ તથા માતા જલ્પાબેન જીલની સફળતાનું તમામ શ્રેય ઉત્કર્ષ સ્કુલને જ આપે છે. જીલના પિતા મારવાડી એન્જીનીયરીંગ કોલેજના ડીપ્લોમા ઇન ઇલેકટ્રોનીકલ એન્જીનીયરીંગના પ્રિન્સીપાલ તેમજ હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમના કહેવા પ્રમાણે ઉત્કર્ષની ફેકલ્ટીઝ જીલની કારકીર્દીમાં અમારાથી પણ વધારે રસ દાખવીને અમારા પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. જીલ ભવિષ્યમાં સીવીલ એન્જીનીર તરીકે પોતાની કારકીર્દી બનાવવાનું સ્વપ્ન સિઘ્ધ કરવા માટે કટીબઘ્ધ છે. જીલના પિતા રાજેશકુમાર ના કહેવા પ્રમાણે ઉત્કર્ષનું ઉચ્ચ ગુણવતા ધરાવતું શિક્ષણ, અનુભવી શિક્ષકોનું સતત પ્રેરણાદાયી અને આયોજનબઘ્ધ કાર્ય જીલને તેની એન્જીનીયરીંગ ક્ષેત્રમાં આગળ વધવા માટેની મહત્વકાંક્ષા પૂરી કરવામાં ખરેખર મદદરુપ થશે જ

ઉત્કર્ષ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઇ છાયાની વ્હાલી દિકરી ચૈતાલી દ્વારા જન્મદિવસની અવિસ્મરણીય ભેટ

ધોરણ-૧૦ માં કુલ ૬૦૦ માંથી ૫૨૩ માર્કસ મેળવી ૮૭ ટકા અને ૯૮.૩૧ પીઆર સાથે ઝળહળતો દેખાવ

રાજકોટની અંગ્રેજી માઘ્યમની ખુબ જ નામાંકિત સ્કુલના મેનેજીગ ટ્રસ્ટી વિમલભાઇ છાયાના જન્મદિવસ નિમીતે તેમની દીકરી ચૈતાલીએ તેઓને જન્મદિવસની કદી ન ભૂલી શકાય તેવી અમૂલ્ય ભેટ ધોરણ ૧૦ ના રીઝલ્ટમાં ઝળહળતો દેખાવ કરીને આપેલ છે. ચૈતાલીએ ધોરણ ૯ અને ૧૦ નો અભ્યાસ રાજકોટની ગુજરાતી માઘ્યમની ખુબ જ જ અગ્રેસર એવી ભરાડ સ્કુલમાંથી કરેલ છેે. ચૈતાલી બાળપણથી જ સંગીત, નાટક, તથા અન્ય લલિતકલામાં ખુબ જ રસરુપી ધરાવે છે. તે માત્ર ૪ વર્ષની ઉમંરથી જ હિન્દુસ્તાનની શાસ્ત્રીય ગાયનની તાલીમ મેળવી રહી છે.

હાલ તે શાસ્ત્રીય ગાયનની તાલીમ રાજકોટના ખ્યાતનામ એવા શ્રી અનવરભાઇ હાજી તથા કૌશરબેન હાજી પાસેથી તાલીમ મેળવી રહી છે. આ ઉપરાંત તેણી શાસ્ત્રીજી ગાયનના વધારે સઘન અભ્યાસ માટે કલકતા સ્થિત ભારતના જાણીતા શાસ્ત્રીય ગાયત પદ્મમશ્રી અજય ચક્રવતી પાસે તથા મુંબઇ સ્થિત સુરોના સરતાજ ગણાતા પંડિત શ્રી ભગદીપજી જયપુરવાલે પાસે શાસ્ત્રીય ગાયનના કઠિન પાઠ શીખી રહી છે. ચૈતાલીના માતા ‚પાબેન છાયા પણ રાજકોટની સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં મીકેનીકલ એન્જીનીયરીંગમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. ચૈતાલીને ૯૪૨૯૦ ૯૬૯૨૩ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. પોતાની સફળતાનો સમગ્ર શ્રેય ચૈતાલી મમ્મી-પપ્પા દ્વારા પુરુ પાડવામાં આવતું વાતાવરણ તથા ભરાડ સ્કુલના સર્વે શિક્ષકો, પ્રિન્સીપાલશ્રી વિપુલસર તથા સુનિતા મેડમ તથા ટ્રસ્ટીશ્રી જતીનભાઇ ભરાડ તથા શોભાબેન ભરાડ દ્વારા આપવામાં આવેલા માગદર્શનને આપે છે.

સ્વપ્ન સિઘ્ધ કરતો ભાવિક પાટડીયા

Patadiya Bhavin
Patadiya Bhavin

રાજકોટમાં સોની કામનો વ્યવસાય કરતા જયેશભાઇ પાટડીયા તથા વર્ષાબેન પાટડીયાનો પુત્ર અને ઉત્કર્ષ સ્કુલનો મહત્વકાંક્ષી વિઘાર્થી ભાવિને આજના ધોરણ ૧૦ ના પરિણામમાં સફળતાની સીડી સર કરેલ છે.

આજરોજ પ્રસિઘ્ધ થયેલ ધોરણ ૧૦ના પરિણામમાં ભાવિને ૯૯.૧૭ પીઆર સાથે કુલ૯૦.૧૭ ટકા મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી ઉત્કર્ષ સ્કુલ તેમજ પાટડીયા પરિવારનું ગૌરવ વધારેલ છે.૯૯.૨૧ પીઆર મેળવતો હર્ષ અકબરી

આજરોજ પ્રસિઘ્ધ થયેલ ધોરણ ૧૦ ના પરિણામમાં ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થી હર્ષ અકબરીએ ૯૯.૨૧ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કુલ તેમજ અકબરી પરિવારનું ગૌરવ વધારેલ છે. હર્ષે કુલ ૬૦૦ માંથી ૫૪૨ મેળવી ૯૦.૩૩ ટકા મેળવેલ છે.

હર્ષની કારકીર્દી માટે તેના પિતા દીનેશભાઇ તથા માતા હિનાબેન સતત જાગૃત છે. તેઓનું એવું નિશ્ર્ચિતપણે માનવું છે કે ઉત્કર્ષનાં અનુભવી ફેકલ્ટીો દ્વારા અપાતું આયોજનબઘ્ધ શિક્ષણ અને વિશાળ મહત્વનું રહ્યું.

ઉત્કર્ષના ગૌરવને ચાર ચાંદ લગાવતો દેવાશું મહેતા

Mehta Devanshu
Mehta Devanshu

આજકોટ પ્રસિઘ્ધ થયેલા ધોરણ ૧૦ ના પરિણામમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સનો વિઘાર્થી દેવાશું મહેતાએ ૯૯.૫૯ પી.આર. મેળવીને ઉત્કર્ષ સ્કુલ તેમજ મેહતા પરિવારનું ગૌરવ વધારેલ છે.

સાયન્સ એ-ગ્રુપમાં સ્વપ્નાઓ સાકાર કરવા હશે તો ઉત્કર્ષ સ્કુલના માર્ગદર્શનથી જ તે સરળ બનશે એવા વિશ્ર્વાસ સાથે દેવાંશુએ ધોરણ ૯ થી જ ઉત્કર્ષ સ્કુલમાં એડમીશન લીધેલ હતું. તેમના પિતા નિરજભાઇ તેમજ માતા નેહાબેન બન્ને ડીપ્લોમાં ઇન એન્જીનીયરીંગ ની ડીગ્રી ધરાવે છે. તેમનું એવું દઢ પણે માનવું છે કે દેવાશુંની આજની આ સફળતાનું શ્રેય ફકત ને ફકત ઉત્કર્ષ સ્કુલના ફાળે જાય છે. તેમના કહેવા પ્રમાણે સ્કુલની ફેકલ્ટીઝનો વિઘાર્થીઓ સાથેનો વ્યકિતગત સંપર્ક, પરીક્ષા આયોજન અને દરેક પરીક્ષાઓ પછી વિઘાર્થીઓને અપાતું ફોલોઅપ વર્ક દેવાશુની કારકીદીને ચાર ચાંદ લગાવી દીધા છે. દેવાંશુ ભવિષ્યમાં આઇ.આઇ.ટી. ક્ષેત્રે આગળ વધી પોતાની કારકીદી બનાવવા ઇચ્છે છેે.

બોર્ડમાં પાંચમાં સ્થાને ઇપ્શા ભીમજીયાણી

11 20આજરોજ પ્રસિઘ્ધ થયેલા ધોરણ ૧૦ ના રીઝલ્ટમા ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સની વિઘાર્થીની ભીમજીયાણી ઇપ્શાએ ૯૯.૯૫ પીઆર મેળવીને બોર્ડમાં પાંચમું સ્થાન મેળવીને ઉત્કર્ષ સ્કુલ તેમજ ભીમજીયાણી પરિવારનું ગૌરવ વધારેલ છે.

રાજકોટમાં એલ.આઇ.સી. એજન્ટ તરીકે પ્રખ્યાત દિપકભાઇ ભીમજીયાણીની પુત્રી ઇપ્શાને સાયન્સમાં મેડીકલક્ષેત્રે કાર્ડિયોલોજીસ્ટ તરીકે પોતાની કારકીર્દી બનાવવી છે. આ સ્વપ્ન હાંસીલ કરવું ઉત્કર્ષ સ્કુલના માર્ગદર્શનથી જ સરળ બનશે એવા વિશ્ર્વાસ સાથે ધોરણ ૯ થી જ તેણે ઉત્કર્ષ સ્કુલમાં એડમીશન લીધેલ હતું. માતા જાગૃતિબેનનું એવું દઢ પણે માનવું છે ઇપ્શાની આજની આ સફળતાનું શ્રૈય ફકત ને ફકત ઉત્કર્ષના ફાળે જાય છે.

ધો.૧૦ માં ૯૯.૧૭ પીઆર મેળવતો સાપરીયા રીષી

Saparia Rishi
Saparia Rishi

રાજકોટની જાણીતી બિઝનેસમેન હેમલભાઇનો પુત્ર અને ઉત્કર્ષ સ્કુલના મહત્યકાંક્ષી વિઘાર્થી રીષી એ ધોરણ ૧૦ ના પરિણામમાં ૯૯.૧૭ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને ઉત્કર્ષ સ્કુલ તેમજ સાપરીયા પરિવારનું ગૌરવ વધારેલ છે.

રિષી માતા યોગિતાબેન ગૌરવપૂર્વક જણાવે છે કે ઉત્કર્ષનાં અનુભવી ફેકલ્ટીઓ દ્વારા અપાતું આયોજનબઘ્ધ શિક્ષણ અને વિશાળશ્રેણીમાં લેતાતી ટેસ્ટ અને તેની પાછળનું વ્યકિતગત ફોલોઅપ વર્ક રીષીની કારકીદી ઘડવામાં અત્યંત મહત્વનાં બની રહ્યાં છે. ઉત્કર્ષ સ્કુલમાં ફકત ભણતરને જ નહિ ગણતરને પણ પુરેપુરુ મહત્વ આપીને વિઘાર્થીઓને કારકીર્દી ઘડતરની સાથે જીવન ઘડતરના પાઠ પણ શીખવા મળે છે. રિષી સાયન્સમાં એ-ગ્રુપ સાથે કોમ્પ્યુટર એન્જીનીયર બનવાની મહત્વકાંક્ષા ધરાવે છે આ માટે તેનું માનવું છે કે ફકત ને ફકત ઉત્કર્ષ સ્કુલ જ તેના સપનાઓ સાકાર કરવામાં મદદરુપ બનશે.

સફળતાના શિખરે બિરાજતી ઉત્કર્ષ સ્કુલની દિયા કાનાણી

Kanani Diya
Kanani Diya

આજરોજ પ્રસિઘ્ધ થયેલા ધોરણ ૧૦ ના રીઝલ્ટમા ઉત્કર્ષ સ્કુલ ની દિયા કાનાણી ૯૯.૮૯ પીઆર સાથે ૬૦૦ માંથી ૫૬૭ માર્કસ મેળવી ને પરિવાર તેમજ સ્કુલને ગૌરવ અપાવ્યું છે.

દિયાના પિતા ક્ધસલટીંગ એન્જીનીયર અને ખ્યાતનામ ગર્વમેન્ટ એપ્રુવ્ડ વેલ્યુઅર તરીકે ફરજ બજાવે છે. તેમના માતા મનીષાબેન દિયાની સફળતાનું તમામ શ્રેય ઉત્કર્ષ સ્કુલને જઆપે છે.

ઉત્કર્ષના આભની અટારીએ ઉગેલો આર્ષ સાંગાણી

12 22આજરોજ પ્રસિઘ્ધ થયેલ ધોરણ ૧૦ ના પરિણામમાં શાળાનો વિઘાર્થી સાંગાણી આર્ષે ૯૯.૭૬ પીઆર સાથે કુલ ૬૦૦ માંથી ૫૬૦ માર્કસ મેળવી બોર્ડમાં અગ્ર સ્થાન મેળવેલ છે. આર્ષે ગણિતમાં ૧૦૦ માંથી ૯૦ અને વિજ્ઞાનના ૧૦૦ માંથી ૯૭ માર્કસ મેળવીને સાયન્સ વિષયોમાં ઝળહળતો દેખાવ કરેલ છે. આર્ષના પિતા કમલેશભાઇ કે જેઓ સંજરાજ રાજયગુરુ કોલેજના પ્રિન્સીપાલ તેમજ મીકેનીકલ એન્જીનીયરીંગના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તેમજ તેમના માતા મેધાબેન પણ વીવીપી કોલેજમાં પ્રોફેસર ઓફ મીકેનીકલ એન્જીનીયરીગ તરીકે ફરજ બજાવે છે. તેઓએ આર્ષને એક ઉચ્ચતમ ડોકટર બનાવવાની મહત્વકાક્ષા સવે છે. આર્ષે સાયન્સમાં બી ગ્રુપ લઇને માતાપિતાનું સ્વપ્ન જરુર પુરુ કરી શકે તેવા સોપાનસર કરેલ છે.

ઉત્કર્ષનો ઉગતો સુરજ દર્શ કાનાણી

Kanani Darsh
Kanani Darsh

આજરોજ પ્રસિઘ્ધ થયેલા ધોરણ ૧૦ ના રીઝલ્ટમા ઉત્કર્ષ સ્કુલના વિઘાર્થી દર્શ કાનાણીએ ઝળહળતો દેખાવ કરી સ્કુલની શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. દર્શે ૯૯.૯૧ પીઆર સાથે કુલ ૬૦૦ માંથી ૫૬૯ માર્કસ મેળવી અને સ્કુલ તથા કાનાણી પરિવારનું ગૌરવ વધારેલ છે.

દર્શના પિતા અશોકભાઇ કે જેઓ પોતે ક્ધસલ્ટીંગ એન્જીનીયર છે અને સાથે સાથે ગર્વમેન્ટ એપ્રુવ્ડ વેલ્યુઅર તરીકે પણ ફરજ બજાવે છે. તેઓ દર્શના ઉચ્ચતમ પરિણામ માટે સ્કુલના મેનેજમેન્ટ, ફેકલ્ટીઝ અને સુઆયોજીત શિક્ષણ પઘ્ધતિનો આભાર માનતા જણાવે છે કે આટલું પઘ્ધતિસરનું કાર્ય ફકત દર્શ આ શાળામાં પ્રવેશ લીધો ત્યારથી જ કરવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.