Abtak Media Google News

કામરેજ તાલુકાના ઘલા ગામના પરણીત વિધર્મી યુવકે એક સાથે ગામની જ 2 યુવતી સાથે પ્રેમપ્રકરણ કરી બંને યુવતીનું શારીરિક શોષણ કરતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો .ખૂબ જ ગંભીર કહી શકાય એવી બાબતમાં બંને પીડીત યુવતીના જ્ઞાતિજનોના સમૂહ દ્વારા બંને યુવતીઓ દ્વારા ગામના જ પરણીત વિધર્મી યુવક સામે શારીરિક શોષણ અને એટ્રોસીટી સહિતની ફરિયાદ નોંધવવતા સમગ્ર મામલો કામરેજ પોલીસ પંથકમાં પોહચતા ચકચાર મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના ઘલા ગામના રાઠોડ ફળિયામાં રહેતા શાહીદ સાદીક શેખ રેતીના વ્યસાય સાથે સંકળાયેલો છે. ગામની જ યુવતી તેની ઓફિસ અને રહેઠાણના વિસ્તાર નજીકમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ થયો હતો અને શાળાકીય અભ્યાસના સમયથી લગભગ પાંચ વર્ષ સુધી શાહિદે યુવતી સાથે ઘરના વાડાના ભાગે તેમજ અલગ અલગ સ્થળે શારીરિક સંબંધો બાંધ્યા હતા.બાદમાં શાહીદના લગ્ન થઈ જતા શાહીદ એકાદ માસ સુધી યુવતીથી દૂર રહ્યા બાદ તે પોતાની પત્નીને છુટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરવાનો છે.

Screenshot 9 2

જેવા વાયદા કરી ફરી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો ત્યારે ગામની અન્ય એક યુવતીને પણ શાહીદે તેનો શિકાર બનાવી હતી.જે યુવતી સાથે પણ ગામના જ ફાર્મ હાઉસ સહિત ધોરણ પારડી નજીકના ખેતરાડી વિસ્તરમાં પોતાની સ્વીફ્ટ ગાડીમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા.યુવતીના પરિવારના સભ્યોએ આ અંગે શાહિદ શેખના મામા શોએબ ઉસ્માન શેખને જાણ કરતા શોએબ શેખે યુવતીના પરિવારને જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી.

Screenshot 10 2

આ અંગે ગામની પીડીત બંને યુવતીઓના પરિવાર દ્વારા શાહીદ શેખ વિરુદ્ધ પોકસો એકટ તેમજ દુષ્કર્મની તેમજ તેના મામા સોયેબ ઉસ્માન શેખ વિરુદ્ધ એટરોસિટી એકટ મુજબ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે શાહીદ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી જ્યારે મામા સોયેબ ઉસ્માન શેખની શોધખોળ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.