Abtak Media Google News

આજે 9 નવેમ્બર જૂનાગઢના આઝાદી દિનની ઉજવણી વચ્ચે જૂની પેઢી આજે પણ નવાબને યાદ કરે છે

જૂનાગઢને 15ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળી ન હતી. જુનાગઢમાં ત્રણ મહિના સુધી પાકિસ્તાનનું શાસન રહ્યું હતું અને નવ નવેમ્બરે આઝાદી મળી હતી આરજી હુકુમત એ જૂનાગઢનો કબજો લઈ જૂનાગઢનો ઇતિહાસ બદલી નાખ્યો અને નવ નવેમ્બરને જૂનાગઢનો મુક્તિ દિવસ બનાવ્યો, જૂનાગઢના આ ઇતિહાસ પાછળ પણ ખોટી સલાહ કારણ ભૂત બની હતી, નવાબના આ નિર્ણય પાછળ પણ એક ઓજલ હકીકત છે, જેમાંબ્રિટિશ શાસકોએ ભારત છોડતા પૂર્વે ભારતના વિભાજનના જે બીજ વાવી સમગ્ર દેશને ધર્મ આધારિત વિભાજનની આગમાં હોમી દીધું તેની સૌથી પ્રથમ અસર જૂનાગઢને પડી.

જૂનાગઢના નવાબ મહોબત ખાનજી બીજા સાથે દીવાન શાહ નવાજ ભુટો ને ઘરોબો હતો પાકિસ્તાનના રચિયતા મોહમ્મદ અલી ઝીણા પાનેલીના રહેવાસી હોવાથી નવાબ સાથે સંબંધોમાં હતા.. નવાબને જૂનાગઢની રિયાસત નું જોડાણ પાકિસ્તાન સાથે કરવામાં ઉતાવળે નિર્ણય કરાવવામાં આ બંને વ્યક્તિઓ સફળ થયા .. નવાબને એવું સમજાવવામાં આવ્યું હતું કે જુનાગઢ દરિયાસરહદે પાકિસ્તાન સાથે સારી રીતે જોડાઈ રહેશે.. વળી રાજાશાહી વખતમાં શક્તિશાળી જુનાગઢ સ્ટેટ નું બ્રિટિશ હુકુમતમાં પણ સારો પ્રભાવ હતો.. સૌરાષ્ટ્રના તમામ નાના મોટા રજવાડાઓમાં ગાયકવાડ થી લઈ જામનગર, ભાવનગર, રાજકોટ પાસેથી “જોરતલબી” એટલે કે ખંડણી વસૂલતું હતું… સૌરાષ્ટ્રના રજવાડાઓ એ જુનાગઢ પર ચડાઈ કરી હતી અને પાંચ પીપળા યુદ્ધમાં જુનાગઢ સ્ટેટે સૌરાષ્ટ્રના તમામ રજવાડાઓને હરાવ્યા હતા ત્યારથી સમાધાનમાં જૂનાગઢને તમામ સૌરાષ્ટ્રના રજવાડાઓ “જોરતલબી” ના રૂપમાં ખંડણી ચૂકવતા હતા. સૌરાષ્ટ્રના તમામ રજવાડાઓ જૂનાગઢ માટે ખંડણીયા હોય.

Tribute To Patel At Junagadh Today

આ ખંડણીયા રજવાડાઓ સાથે જૂનાગઢને રહેવું મુનાશીબ ન રહે.. સૌરાષ્ટ્રના રજવાડાઓના રાજપ્રમુખ જામનગરના મહારાજા બનવાના હતા.  તેમની આગેવાનીમાં જૂનાગઢને રહેવું ઠીક નહીં તેવા બદલાયેલા સમય અનુરૂપ માહોલ ઉભો કરી… શાહ નવાજભૂતોએ મહોબત ખાનગી બીજાને સમજાવેલ કે આ સ્થિતિ લાંબો સમય નહીં રહે ..તમે થોડા સમય પાકિસ્તાન ચાલો ત્યાંથી જુનાગઢ માટે સૈન્ય મોકલવામાં પણ અનુકૂળતા રહેશે અને જૂનાગઢ નવા પોતાના બે દીકરા અને બેગમો અને જરૂરી થોડા સામાન અને ઝવેરાત સાથે કેશોદના વિમાન મથકે થી કરાચી જવા રવાના થયા. ભૂતોની આ સલાહકારગત નીવડી ગઈ અને મન ન હોવા છતાં નવાબે જૂનાગઢ છોડી દીધું.

આમ પ્રજા વત્સલ નવાબના એક જ અવિચારી નિર્ણય એ તેમને રયત વિરોધી ચીતરી દીધા જુનાગઢ 1000 ગામોનું રજવાડું હતું તેમાંથી 450થી વધુ ગામો ધર્માદામાં આપી દેવાયા હતા, ગિરનાર અંબાજી મંદિર, કમંડળ કુંડ, ગોડળ અખાડા ,સ્વામિનારાયણ મંદિર દાતાર જેવા ધર્મસ્થળો ઉપરાંત સૈયદ, ફકીર, બ્રાહ્મણ ,નાગર ,બાવાજી, પુજારી, વૈષ્ણવ હવેલીના નિભાવ માટે મોટી જાગીરોના રૂપમાં જૂનાગઢના નવાબોએ તેમનું અડધું રજવાડું સખાવતમાં આપી દીધું હતું… ભવનાથના હિન્દુ,જૈનતીર્થ સ્થળોની કાયમી સલામતી માટે જુનાગઢ નવાબે પ્રથમ અશાંત ધારા જેવી જોગવાઈનો કાયદો બનાવી ભવનાથ ગામતળમાં બિન હિન્દુ ધર્મસ્થળોની મંજૂરી અને મુસ્લિમો માટે મિલકત ખરીદવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો, અલબત્ત નવ નવાબોની રૈયતપ્રિયતા પર પાકિસ્તાન સાથે જૂનાગઢના જોડાણના એક જ અવિચારી નિર્ણય એ નવાબને રૈયત વિરોધી બનાવી દીધા.

નવાબ જૂનાગઢથી જવાના હતા ત્યારે તેમણે ગિરનાર મંડળના સાધુ સંતો ને ખાસ કરીને હવેલીના વૈષ્ણવ આચાર્યને મળવા બોલાવ્યા હતા અને કેટલીક જમીનો આપતા ગયા હતા અને કંઈ તકલીફ નથી ને તેની ખબર લીધી હતી આજે પણ જુનાગઢ નવાબ ના પ્રજાવત્સલ સ્વભાવ અને દેણગીને જૂની પેઢીના લોકો યાદ કરે છે.નવાબ મહોબત ખાનજી જીવ્યા ત્યાં સુધી જુનાગઢના મુલાકાતી ઓને જુનાગઢના ખબર અંતર પૂછતા ..અને ખાસ કરીને દાતાર જમિયલ શાહ અને ઉપરકોટ પાસે આવેલી ગેબનશાહ પીરની દરગાહ નું નિભાવ અને સંચાલન કેવું થાય છે ? સ્થિતિ શું છે! તે અંગે સમાચાર પૂછતા હતા.  હાલ કરાચીમાં જુનાગઢ નવાબના વંશજો જહાગીરખાનજી પણ જુનાગઢના કેટલાક રાજવી હિંદુ મુસ્લિમ પરિવારો સાથે ટેલીફોનિક સંવાદથી જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.