Abtak Media Google News

         હીરાનગરી સુરતના ચાહકે આપ્યું  pmને  હીરાજડિત  પોટ્રેટ

Whatsapp Image 2023 09 06 At 09.36.30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે  73મો જન્મદિવસ છે , ત્યારે  તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે સુરતના એક ચાહકે અનોખું પોટ્રેટ બનાવ્યું છે. આમાં તેણે 7200 હીરાનો ઉપયોગ કર્યો છે. આ પોટ્રેટ બનાવવામાં તેને ચાર મહિનાનો સમય લાગ્યો હતો.

Whatsapp Image 2023 09 06 At 09.42.39                    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે 73 વર્ષના થશે. ભાજપના કાર્યકરો તેમના સૌથી મોટા અને લોકપ્રિય નેતાનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ પીએમ મોદીના ચાહક વિપુલ જેપી વાલા, જેઓ ગુજરાતના સુરતના છે, તે હાલ અહેવાલોમાં ચમકી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના સમર્થક અને આર્કિટેક્ટ એન્જિનિયર હોવાને કારણે તેમણે પોતાના અંદાજમાં પીએમ મોદીનું અનોખું પોટ્રેટ બનાવ્યું છે. વિપુલભાઈ આ પોટ્રેટ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ગિફ્ટ કરવા માંગે છે.

પ્રધાનમંત્રી મોદીની ડાયમંડની તસવીર  બનાવવા અંગે વિપુલ જેપી વાલા કહે છે કે તેમને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્નીને હીરા જડેલી હસ્તકલા આપી હતી.  પીએમ મોદીના આ અનોખા પોટ્રેટમાં ચાર પ્રકારના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ પોટ્રેટનો  ખર્ચ કરોડોમાં હશે.

વિપુલ જે.પી. વાલા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પોટ્રેટ બનાવતા આશરે સાડા ત્રણ મહિનાનો સમય થયો બનાવવા માટે વિવિધ પ્રકારના ત્રણ કલરના ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડમાં દાઢી અને વાળ માટે સફેદ કલર ચહેરા માટે સ્કીન કલર અને સૂટ માટે ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે . આ ડાયમંડને ચોટાડવા માટે ખાસ પ્રકારના ગમનો ઉપયોગ કરવામાં આવે છે આ ડાયમંડ લાંબો સમય સુધી ચોટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે તેથી આ પોર્ટ્રેટમાં 7200 ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.