Abtak Media Google News

પ્રતિ વર્ષ 3 ગીગાવોટ ઉર્જા ઉત્પાદનનો લક્ષ્ય નિર્ધારિત કરાયો

અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2030 સુધીમાં 45 ગીગાવોટની એનર્જી ક્ષમતાનું લક્ષ્યાંક ધરાવે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ પાસે 8,316 મેગાવોટ એટલેકે 8.3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઓપરેટિંગ ક્ષમતા છે અને અન્ય 12,118 મેગાવોટ બાંધકામની નજીક અથવા અમલીકરણ હેઠળ છે.કંપની તેની સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને 2030 સુધીમાં 20,434 મેગાવોટ ઓપરેશનલ અને એક્ઝિક્યુશન પ્રોજેક્ટ હેઠળના વર્તમાન સ્તરથી વધારીને 45 ગીગાવોટ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.  અદાણી ગ્રીન આગામી સાત વર્ષ સુધી સૌર અને પવન ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે દર વર્ષે આસરે ત્રણ ગીગાવોટ ક્ષમતાનું નિર્માણ કરવાનું વિચારી રહી છે.વિદેશી રોકાણકારો પણ દાવ લગાવી રહ્યા છે: તમને જણાવી દઈએ કે ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જીસ અદાણી ગ્રીનમાં 19.7 ટકા હિસ્સો ધરાવે છે. કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ 2.8 ટકા હિસ્સો લીધો છે.

કંપની 2030 સુધીમાં ક્ષમતા વધારીને 45 ગીગાવોટ કરવાની યોજના ધરાવે છે. ઉપરાંત, કંપનીએ જણાવ્યું હતું કે તે દર વર્ષે 3 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે સૌર અને પવન પ્રોજેક્ટ્સ બનાવશે. અદાણી ગ્રીન એનર્જીમાં ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જીઝ 19.7 ટકા હિસ્સો ધરાવે છે.  અદાણી ગ્રીને માહિતી આપી છે કે તે જે રિન્યુએબલ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે તે ભારતના 2030ના લક્ષ્યના 10 ટકા છે. અદાણી ગ્રીન ઉપરાંત ટાટા પાવર, રિન્યુ પાવર અને એનટીપીસીએ પણ ભારતમાં તેમની નવીનીકરણીય યોજનાઓ અંગે મોટી જાહેરાતો કરી છે. રાજસ્થાન ભારતમાં સૌર ઊર્જાનું કેન્દ્ર છે અને અદાણી ગ્રીન એનર્જી રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી સૌથી મોટી કંપની છે. કંપની વિન્ડ પ્રોજેક્ટ્સ માટે દેશમાં ઘણી જગ્યાઓનું મૂલ્યાંકન કરી રહી છે, હાલમાં કંપની પાસે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પવન ઊર્જા પ્રોજેક્ટ્સ છે અને તેમની કુલ ઓપરેશનલ ક્ષમતા 1201 મેગાવોટ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.