Abtak Media Google News

મહાનાયક અમિતાભ બચ્ચને જેમાં અભિનય કર્યો હતો તે ફિલ્મ ‘હમ’નું સુપરહીટ ગીત ‘જુમ્મા ચુમ્મા’ બહુ જ લોકપ્રિય બન્યુ હતું એ બધા જાણે છે પરંતુ બહુ ઓછા એ જાણે છે કે આ ગીતની અધિકૃત રીલીઝ પહેલા બીગ-બીએ શ્રીદેવીની સાથે આ ગીત પર એક પર્ફોમન્સ આપ્યું હતું. ૧૯૯૦માં લંડનમાં થયેલી એક કોન્સર્ટની તસવીરને અમિતાભે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અમિતાભ અને શ્રીદેવી સ્ટેજ પર આ ગીત પર થિરકતા આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

એમણે કેપ્શનમાં લખ્યું કે ૧૯૯૦માં લંડનનું વેમ્બલી સ્ટેડીયમ શ્રીદેવી, આમીર અને સલમાનની આ પહેલી કોન્સર્ટ આ સમયગાળામાં સલમાનની પહેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ રીલીઝ થઈ હતી. જયારે આમીરની અમુક ફિલ્મો રીલીઝ થઈ ચુકી હતી.

‘હમ’ ૧૯૯૧માં રીલીઝ થઈ હતી. જેનું નિર્દેશન મુકુલ આનંદે કયુર્ં હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.