Abtak Media Google News

પ્રશાંત કોરોટને યુવા મોરચાના પ્રમુખ બનાવાયા: અલગ અલગ સાત મોરચાના પ્રમુખોના નામ જાહેર કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે અલગ અલગ 7 મોરચાના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પ્રદેશ મહામંત્રીઓને અલગ અલગ ઝોનની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટના પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખપદે નિમણૂંક કરવામાં આવી છે તો પ્રદેશ યુવા ભાજપ પ્રમુખપદે રાજકોટ જિલ્લાના જ પ્રશાંતભાઈ કોરોટની વરણી કરવામાં આવી છે. પ્રદેશ મીડિયા સહ ક્ધવીનર કિશોરભાઈ મકવાણાને પ્રદેશના સહ પ્રવકતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ચાર મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં પ્રદિપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, કર્ણાવતી અને પ્રદેશ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ભાર્ગવભાઈ ભટ્ટને મધ્ય ઝોન, રજનીભાઈ પટેલને કચ્છ અને ઉત્તર ઝોન જ્યારે સાંસદ વિનોદભાઈ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. અલગ અલગ 7 મોરચાના પ્રમુખની આજે નિમણૂંક કરવામાં આવી છે. જેમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે રાજકોટ જિલ્લાના પ્રશાંતભાઈ કોરાટ, મહિલા મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદના ડો.દિપીકાબેન સરડવા, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદના ડો.પ્રધ્યુમનભાઈ વાજા, અનુ. જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે નર્મદા જિલ્લાના હર્ષદભાઈ વસાવા, કિસાન મોરચાના પ્રમુખ પદે સાબરકાંઠાના હિતેષભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે રાજકોટના પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ જ્યારે લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ડો.મોહસીનભાઈ લોખંડવાલાની નિમણૂંક કરવામાં આવી છે. તો પ્રદેશ મીડિયા સહ ક્ધવીનર કિશોરભાઈ મકવાણાને પ્રદેશના સહ પ્રવકતા તરીકેની જવાબદારી સુપ્રત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.