Abtak Media Google News
– પુરપાટ ઝડપે બાઇકનો કાબુ ગુમાવતા ધડાકાભેર થાંભલા સાથે ટકરાતા લાઈટ પણ તૂટીને નીચે પડી
– અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેની ઘટનાઃ મિત્રની બર્થડે પાર્ટી મનાવવા ગયો હતો

Advertisement

રિવરફ્રન્ટ પર મિત્રની પાર્ટી મનાવવા ગયેલા ૨૦ વર્ષના યુવકે સ્ટંટ કરવા જતા જીવ ખોયો હતો. પુરપાટ ઝડપે બાઈક હંકારી સ્ટંટ કરી રહેલા યુવકે કાબૂ ગુમાવતા બાઈક વીજળીના થાંભલા સાથે અથડાઈને સો ફૂટ દૂર જઈને પડયું હતું. જ્યારે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત મુજબ માધુપુરામાં મોજડી બજાર, ફૂલપુરાની ચાલીમાં રહેતો લક્ષ્મણભાઈ સુરેશકુમાર પરમાર (૨૦) તા. ૧૪.૭.૨૦૧૭ નાં રોજ રાત્રે તેના એક મિત્રની બર્થડે પાર્ટી હોવાથી રિવરફ્રન્ટ ગયો હતો. રિવરફ્રન્ટ ઈસ્ટમાં અમૂલ પાર્લર નજીક તેનાં પાંચથી છ મિત્રો પાર્ટી મનાવી રહ્યા હતા. દરમિયાન રાત્રે ૧૨.૩૦ વાગ્યે લક્ષ્મણ તેના પલ્સર બાઈક પર પાણીના પાઊચ લેવા નીકળ્યો હતો.

દરમિયાન લક્ષ્મણે અમૂલ પાર્લરની સામે પુરપાટ ઝડપે બાઈક હંકારી સ્ટંટ કરતા તે ફૂટપાથ પરના વીજળીના થાંભલા સાથે ટકરાયો હતો. જેમાં તે થાંભલા સાથે ટકરાતા ઉછળીને ત્યાંજ પટકાયો હતો. જયારે તેનું બાઈક સો ફૂટ દૂર જઈને પડયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે વીજળીનો થાંભલો વળી ગયો હતો અને ઊપરથી લાઈટ પણ નીચે પડી ગઈ હતી.

જોરદાર ધડાકાનો અવાજ સાંભળીને તેના મિત્રો અને નજીકથી પસાર થઈ રહેલા લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં આ અંગે પોલીસને જાણ કરાતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.જોકે તેના માથામાં અને શરીર પર ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના સામેના અમૂલ પાર્લરના સીસીટી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.