અહીં માત્ર એક મતથી ઉમેદવારની થઇ જીત, જાણો ક્યાં બની આ ઘટના

રાજ્યની સ્થાાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થઇ ગયું છે. શહેરીની જેમ ગામડામાં પણ કોંગ્રેસનો કંગાળ દેખાવ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. જો કે મતગણતરીની પ્રક્રિયા દરમિયાન કેટલીક રોચક ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં દીયર-ભાભી અને દેરાણી-જેઠાણી સામસામે ચૂંટણી લડી રહ્યાં છે. જોકે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા પંચાયતની એક બેઠક પર ભાજપના ઉમેદવારની માત્ર એક મતથી વિજેતા થતા ભારે ચર્ચા જાગી છે.

વિગત એવી છે કે સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. વિજેતા જાહેર થયા બાદ કાર્યકરો પણ અવઢવમાં મૂકાયા હતા કે જીતની ઉજવણી કરવી કે નહીં, જો કે બાદમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો સામા પક્ષે કોંગ્રેસનો માત્ર એક મતથી પરાજય થતા કાર્યકરો ભારે નિરાશ થયા હતા.