Abtak Media Google News

ખેડૂતોને વિવિધ કામો-યોજનાઓ અંગે ભાજપ કિસાન મોરચા દ્વારા અપાશે માહિતી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજથી સતત એક પખવાડીયા સુધી સેવાકીય કાર્યો કરવામાં આવશે. આજે 579 મંડલો પર રક્તદાન કેમ્પ યોજાઇ રહ્યા છે. દરમિયાન આગામી 20થી 30 સપ્ટેમ્બર સુધી ભાજપ કિશાન મોરચા દ્વારા 182 વિધાનસભાને આવરી લેતો નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાશે. 14 હજારથી વધુ ગામોમાં ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવશે અને સરકારની કામગીરી તથા વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવશે. આગામી 20મી સપ્ટેમ્બરથી કિસાન મોરચા દ્વારા 182 વિધાનસભા બેઠકને આવરી લેતા નમો કિસાન પંચાયત કાર્યક્રમ રાજ્યના આશરે 14 હજારથી પણ વધુ ગામોમાં 30 તારીખ સુધી બેઠકો યોજવામાં આવશે. આ બેઠકમાં સરકારના વિવિધ કામોની માહિતી રજૂ કરવામાં આવશે. 25મી સપ્ટેમ્બરે અનુ.જાતી આરક્ષિત 40 વિધાનસભા વિસ્તારમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે.

મહિલા મોરચા દ્વારા પહેલી ઓક્ટોબરે હેલો કમલશક્તિ થકી મહિલાઓ સાથે સંવાદ અમદાવાદના જીએમડીસી ક્ધવેનશલ હોલ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીજીની ઉપસ્થિતિમાં યોજાશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના ચૂંટાયેલા તથા સંગઠનના કાર્યકરો શ્રમયજ્ઞ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાશે. તારીખ 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના દિવસે ભાજપાના તમામ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક ખાદી ખરીદી તથા ગ્રામીણ કારીગરો દ્વારા બનાવેલ ચીજ વસ્તુઓની ખરીદી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.