Abtak Media Google News

આગામી 17મેથી પાંચ દિવસ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્ક્રીમ 2021-22 ખુલશે જે પ્રતિગ્રામદીઠ રૂ.4,777 નકકી કરવામાં આવી છે. તેવું રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ જણાવ્યું હતું. સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું છે કે મે 2021થી સપ્ટેમ્બર 2021 સુધીમાં છ અરસામાં બોન્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર વતી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા બોન્ડ જારી કરશે. સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને જે ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને નજીવા મૂલ્ય કરતા રૂ.50નું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. અને અરજી સામે ચૂકવણી ડીજીટલ મોડ દ્વારા કરવામાં આવે છે. વધુમાં આરબીઆઈએ જણાવ્યું હતુ કે આવા રોકાણકારો માટે સોનાના બોન્ડની ઈશ્યુ પ્રાઈઝ ગોલ્ડ રૂ. 4727 પ્રતિગ્રામ રહેશે. સોવરિન ગોલ્ડબોન્ડ સ્ક્રીમ 2021-22 જે 17 મે 2021 થી 21 મે 2021 એમ પાંચ દિવસ ખૂલ્લી રહેશે. અને બોન્ડસ 25 મેના રોજ જારી કરવામાં આવશે.

Advertisement

આ બોન્ડસ સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લીમીટેડ નિયુકત કરેલ પોસ્ટ ઓફિસ માન્ય સ્ટોક એકસચેંજ, નેશનલ સ્ટોક એકસચેંજ ઓફ ઈન્ડીયા લીમીટેડ અને બોમબે સ્ટોક એકસચેંજ લિમિટેડ દ્વારા વેચવામાં આવશે. રોકાણકારો 1 ગ્રામથી લઈ 4કિલો સુધી કરી શકે છે. ફીઝીકલ સોનાની માંગ ઘટાડવા અને ઘરેલુબ ચતનો એક ભાગ સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવાતા નાણાંકીય બચતમાં ફેરવવાનાં હેતુથી આ યોજના નવેમ્બર 2015માં શરૂરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.