Abtak Media Google News

રાજ્યની કુલ ૧૬૨ નગરપાલિકાઓના અધિકારી તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે: ધનસુખ ભંડેરી

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજ્યોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યાં છે. ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સો નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીી સજ્જ બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓમાં રીવ્યુ બેઠકનો પ્રારંભ ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં કરવામાં આવેલ છે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની તબક્કાવાર રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજે તા.૧૪/૧૦ના વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓ માટે કરજણ ખાતે રીવ્યુ બેઠકનો પ્રારંભ કરવામાં આવેલ છે, કાલે તા.૧૫/૧૦ના મંગળવારના રોજ ગાંધીનગર ઝોનની ૩૦ નગરપાલિકાની રીવ્યુ બેઠક ગાંધીનગર ખાતે યોજાશે, ત્યારબાદ તા.૧૬/૧૦ના બુધવારે અમદાવાદ ઝોનની ૨૭ નગરપાલિકાની રીવ્યુ બેઠક અમદાવાદ ખાતે યોજાશે. તા.૧૭/૧૦ના ગુરૂવારના રોજ રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાની રીવ્યુ બેઠક રાજકોટ ખાતે યોજાશે. ત્યારબાદ તા.૧૮/૧૦ના શુક્રવારે ભાવનગર ઝોનની ૨૭ નગરપાલિકાનીઓની રીવ્યુ બેઠક અમરેલી ખાતે યોજાશે. ત્યારબાદ સુરત ઝોનની ૨૨ નગરપાલિકાની રીવ્યુ બેઠકો ગત સપ્તાહમાં ગાંધીનગર ખાતે સંપન્ન થયેલ છે. આ રીવ્યુ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર, ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓ પટ્ટણી તેમજ જે તે ઝોનના નગરપાલિકાના પ્રાદેશીક કમિશનર તેમજ જીયુડીસી, જીયુડીસીએમ, સ્વચ્છ ભારત મિશન સહિત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ લગતા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. અંતમાં વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા ઝોનવાઈઝ રીવ્યુ બેઠકમાં રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને એકદિવસીય રીવ્યુ બેઠકમાં વિવિધ નગરપાલિકાઓને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના, આગવી ઓળખના કામો, ૧૪મી નાણાપંચની ગ્રાન્ટ, ભુગર્ભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન, યોજના, સુરક્ષા યોજના સહિતની પ્રામિક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવશે. આમ રાજયની કુલ મળી ૧૬૨ નગરપાલિકાઓના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.