Abtak Media Google News

આસારામ સામેના બળાત્કાર કેસમાં પીડિતાને અણછાજતા પ્રશ્ર્ન પુછવા બાબતે અદાલતનું સખ્ત વલણ

અદાલતમાં સુનવણી દરમિયાન પીડિતને માનભંગ થાય તેવા પ્રશ્ર્નો વકીલ દ્વારા પુછાતા હોવાના આક્ષેપ અવાર-નવાર તાં હોય છે. ત્યારે પીડિતાને પુછાતા અણછાજતા પ્રશ્ર્ન મામલે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે.

આસારામને સંડોવતા રેપ કેસમાં પીડિતાને બચાવ પક્ષના વકીલે કરેલા પ્રશ્ર્નોને અદાલતે અટકાવ્યા છે.

આ પ્રશ્ર્નોને માન ભંગ થઈ શકે તેવા ગણાવવામાં આવ્યા છે. વકીલે સવાલ કર્યો હતો કે, હનીમુનની રાત્રીએ તમે અને તમારા પતિએ સંતોષ માણ્યો હતો ? આ પ્રકારના સવાલ રોકવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. આ પ્રકારના કુલ ૧૧ પ્રશ્ર્નો પીડિતાને પુછવાની તૈયારી કરવામાં આવી હતી.

બીજી તરફ ગાંધીનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં પુછવા માટે તૈયાર કરાયેલા ૧૧ પ્રશ્ર્નો મામલે કોર્ટની રોક આવતા મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે દર વખતે વકીલને અમાનવીય પ્રશ્ર્ન પુછતા રોકયા હતા. હાઈકોર્ટમાં નીચલી અદાલતમાં આ વલણને પડકારાયું હતું. જો કે, હાઈકોર્ટે પણ વકીલને આવા પ્રશ્ર્ન પુછતા રોકવા નિર્દેશ આપ્યો હતો.

ન્યાયાધીશ જે.બી.પારડીવાલાએ કહ્યું હતું કે, ક્રોસ એકઝામીનેશન દરમિયાન પુછાતા પ્રશ્ર્નો ઉપર ટ્રાયલ કોર્ટનો ક્ધટ્રોલ હોવો ખૂબજ જરૂરી છે. પ્રશ્ર્નો પોઈન્ટલેસ હોય તો તેને રોકી પણ શકાય છે. કોર્ટની ફરજ છે કે, ક્રોસ એકઝામિનેશન દરમિયાન સાક્ષીનું માન જળવાય રહે. આ સુનાવણી દરમિયાન કોર્ટે એવીડન્સ એકટની કલમ ૧૫૧ અને ૧૫૨ને પણ તાકી હતી.

આ કેસ આસારામ અને તેની પત્ની, પુત્રી અને સર્મકો કુલ ૬ સામે નોંધાયો છે. જેમાં ૨૦૧૩માં ફરિયાદ દાખલ ઈ હતી. ૧૨ વર્ષ પહેલા બળાત્કાર યો હોવાનો આક્ષેપ મુકાયો છે. કેસની સુનાવણી દરમિયાન પીડિતાને પ્રશ્ર્નો મામલે ન્યાય પ્રણાલીએ કડક વલણ દાખવ્યું છે. સુનાવણી દરમિયાન પીડિતાને બચાવ પક્ષના વકીલ અણછાજતા પ્રશ્ર્નો પુછતા હોય તેને રોકવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે અદાલતનું સખ્ત વલણ અનેક પીડિતાઓનું માન બચાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.